જેનો ડર હતો તે આખરે થયું! ગાંધીનગર અને અમદાવાદમાં ઓમિક્રોન પોઝિટિવ દર્દી આવતા હડકંપ મચ્યો
Trending Photos
અમદાવાદ : ગાંધીનગર બાદ અમદાવાદમાં આજે સત્તાવાર રીતે ઓમિક્રોનની એન્ટ્રી થઇ ચુકી છે. સેક્ટર 1 માં અઠવાડિયા અગાઉ લંડનથી આવેલા 15 વર્ષીય વિદ્યાર્થીનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આખરે ઓમીક્રોનની અમદાવાદમાં એન્ટ્રી થઇ ચુકી છે. ટાંઝાનીયાથી આવેલું શહેરનું દંપત્તી ઓમીક્રોન પોઝિટિવ આવ્યા છે. બંન્નેને સારવાર માટે SVP હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ગાંધીનગરમાં પોઝિટિવ આવેલા વિદ્યાર્થીની સધન સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 પહેલા આજે ઓમિક્રોનનો પહેલો કેસ સત્તાવાર રીતે નોંધાયો છે. જેના પગલે તંત્ર દોડતું થયું છે. લંડનથી આવેલા કિશોરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 15 વર્ષના કિશોરને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.ઓમિક્રોન સંક્રમિત કિશોરના સંપર્કમાં આવેલા લોકોનાં રિપોર્ટ કરાવવા માટેની ગતિવિધિ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. હાલ તો સમગ્ર મુદ્દે તંત્ર દોડતું થયું છે.
રાજ્યમાં ધીરે ધીરે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં અત્યારે 10 જેટલા કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગરમાં પણ એક કેસ નોંધાતા વાઇબ્રન્ટ પહેલા ચિંતા વધી છે. અત્રે નોંધનીય છે કે, 15 વર્ષનો NRI કિશોર લંડનમાં જ રહે છે. 11 ડિસેમ્બરે ગાંધીનગર આવ્યો હતો. તેનો રિપોર્ટ લેબમાં મોકલવામાં આવ્યો હતો. આશરે એક અઠવાડીયા બાદ તેનો રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવ્યો હતો કે, તે ઓમિક્રોન પોઝિટિવ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે