પ્રોપર્ટીનાં નામે હવે મનમાની કરનારાઓ સામે AMC કરશે કડક કાર્યવાહી, 290 યુનિટ સીલ
અમદાવાદમાં કોમ્પ્લેક્ષોના પાર્કિંગમાં દુકાનો કે અન્ય યુનિટો બનાવનારી બિલ્ડિંગોને સીલ મારવાની પ્રક્રિયા ચાલી રહી છે. સીલ મારેલા બિલ્ડિંગોમાં ગેરકાયદે બાંધકામો જે તે બિલ્ડર તોડશે નહીં, તો તેમની બીયુ પરમિશન રદ કરવાનો આદેશ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કર્યો છે. બે દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશને 125 બિલ્ડિંગોની તપાસ કરી હતી. જેમાંથી 54 બિલ્ડિંગોના 290 યુનિટ સીલ કરાયા છે. જેમાં બેઝમેન્ટમાં પાર્કિંગના બદલે દુકાનો કે અન્ય પ્રવૃત્તિ શરૂ કરી દેવાઈ છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: અમદાવાદમાં કોમ્પ્લેક્ષોના પાર્કિંગમાં દુકાનો કે અન્ય યુનિટો બનાવનારી બિલ્ડિંગોને સીલ મારવાની પ્રક્રિયા ચાલી રહી છે. સીલ મારેલા બિલ્ડિંગોમાં ગેરકાયદે બાંધકામો જે તે બિલ્ડર તોડશે નહીં, તો તેમની બીયુ પરમિશન રદ કરવાનો આદેશ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કર્યો છે. બે દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશને 125 બિલ્ડિંગોની તપાસ કરી હતી. જેમાંથી 54 બિલ્ડિંગોના 290 યુનિટ સીલ કરાયા છે. જેમાં બેઝમેન્ટમાં પાર્કિંગના બદલે દુકાનો કે અન્ય પ્રવૃત્તિ શરૂ કરી દેવાઈ છે.
મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે, જે બિલ્ડિંગોના પ્લાનમાં પાર્કિંગની જગ્યા બતાવી છે, તે નહીં હોય તેવા તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં માત્ર તેમની સામે નોટિસ કાઢી સીલ કરવા સુધીની કાર્યવાહી કરવાની સૂચના આપી છે. આ પછી પણ તેઓ બાંધકામ દૂર નહીં કરે તો બીયુ રદ કરી દેવાશે. ઈમ્પેકટ ફી ના કાયદા અંતર્ગત મંજૂર કરવામાં આવેલી પાર્કિંગની અરજીઓ પણ ફરીથી રીફર કરવા માટે તેમજ ખોટી રીતે મંજૂર થઈ હોય તેવી અરજીઓ સામે પણ તપાસ કરી બીયુ રદ કરવા સુધીના આદેશો મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યા છે.
તમામ ઝોનમાં તમામ ટીડીઓને આ અંગે સરવે કરી હાલમાં સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈમ્પેકટ ફીમાં કટ ઓફ ડેટ પછીના જે બાંધકામો મંજૂર થયા છે તેમાં સૌથી વધુ અરજી પાર્કિંગના સ્થાને જે બાંધકામો થઈ ગયા તેની હતી પણ તેને પણ એએમસી દ્વારા માન્યતા આપી દેવામાં આવી છે. હવે આ બિલ્ડિંગોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરમાં કુલ સાત ઝોનના સાત ડેપ્યુટી ટીડીડીઓએ હવે તેમના ઝોનના તમામ બિલ્ડિંગોમાં પાર્કિંગની પ્રોપર જગ્યા છે અને તે જગ્યાનો પાર્કિંગ સિવાય અન્ય કોઈ પણ હેતુસર વપરાશ થતો નથી તેવુ પ્રમાણપત્ર દરેક ડેપ્યુટી ટીડીઓએ આપવાનું રહેશે. આ પ્રમાણપત્રની ખરાઈ અને સુપરવિઝન આસિ.કમિશનરોને કરવા માટે મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ તાકીદ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે