IND vs NZ 5મી ટી20: સ્લો ઓવર રેટ, આઈસીસીએ ફરી ભારતીય ટીમ પર ફટકાર્યો દંડ


આચાર સંહિતાના નિયમાનુસાર, ખેલાડીઓ પર તેની ટીમના નિર્ધારિત સમમાં પ્રત્યેક ઓવર ઓછી ફેંકવા પર ટીમ ઈન્ડિયા પર મેચ ફીના 20 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 
 

IND vs NZ 5મી ટી20: સ્લો ઓવર રેટ, આઈસીસીએ ફરી ભારતીય ટીમ પર ફટકાર્યો દંડ

દુબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ માઉન્ટ માઉંગાનુઈમાં પાંચમી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ દરમિયાન ધીમી ઓવર ગતિ માટે મેચ ફીના 20 ટકાનો દંડ ફટકાર્યો છે. આઈસીસીના મેચ રેફરીના એમિરેટ્સ એલીટ પેનલના ક્રિસ બ્રોડે આ દંડ ફટકાર્યો છે. ભારતે નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી ફેંકી હતી. 

આઈસીસીએ નિવેદનમાં કહ્યું, 'ન્યૂનતમ ઓવર સ્પીડ સંબંધિત ખેલાડીઓ અને ખેલાડીઓના સહયોગી સ્ટાફ સાથે જોડાયેલી આચાર સંહિતાના નિયમ 2.22 અનુસાર ખેલાડીઓ પર તેની ટીમના નિર્ધારિત સમયમાં પ્રત્યેક ઓવર ઓછી ફેંકવા માટે 20 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે.'

ભારતના કાર્યવાહક કેપ્ટન રોહિત શર્માએ ગુનો અને પ્રસ્તાવિત સજાનો સ્વીકાર કરી લીધો જેથી ઔપચારિક સુનાવણીની જરૂર પડી નથી. મેદાની અમ્પાયર ક્રિસ બ્રાઉન અને શોન હેગ તથા ત્રીજા અમ્પાયર એશ્લે મેહરોત્રાએ આ આરોપ લગાવ્યા હતા. 

શાકાહાર, યોગ અને ધ્યાન... ખુલ્યું ઓસ્ટ્રેલિયન ઓપનના ચેમ્પિયન જોકોવિચની ફિટનેસનું રાઝ 

ટીમ ઈન્ડિયાએ રવિવારે રમાયેલી મેચ સાત રનથી જીતીને પાંચ મેચોની સિરીઝમાં 5-0થી ક્લીન સ્વીપ કરી હતી. ભારતીય ટીમ પર સતત બીજી મેચમાં ધીમી ઓવર ગતિને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા વેસ્ટપેક સ્ટેડિયમમાં ચોથી ટી20 આંતરરાષ્ટ્રીય દરમિયાન ભારતીય ટીમે નિયમિત સમયમાં બે ઓવર ઓછી ફેંકી હતી, જેમાં તેના પર 40 ટકા મેચ ફીનો દંડ ફટકાવવામાં આવ્યો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news