ગુજરાતમાં બે દિવસ રહેવું મુશ્કેલ બની જશે, સુર્યદેવ સાક્ષાત ગુજરાતનાં મહેમાન બની 122 વર્ષ જુનો રેકોર્ડ તોડશે

ગુજરાતમાં હાલ સુરજ દેવ તમામ નાગરિકોને દઝાડી રહ્યા છે. શનિવારે રાજ્યના 7 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર જઇ રહ્યો છે. શનિવારે રાજ્યના 7 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર રહી ચુક્યો છે. ભુજ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે ગરમી 43 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગરમીનો પારો હજી ગુજરાતીઓને દજાડશે. આગામી બે દિવસ સુધી હિટવેટ રહેશે. રાજ્યના સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, કચ્છમાં હિટવેવ રહેશે. જો કે 2 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો રહેશે. 
ગુજરાતમાં બે દિવસ રહેવું મુશ્કેલ બની જશે, સુર્યદેવ સાક્ષાત ગુજરાતનાં મહેમાન બની 122 વર્ષ જુનો રેકોર્ડ તોડશે

અમદાવાદ : ગુજરાતમાં હાલ સુરજ દેવ તમામ નાગરિકોને દઝાડી રહ્યા છે. શનિવારે રાજ્યના 7 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર જઇ રહ્યો છે. શનિવારે રાજ્યના 7 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર રહી ચુક્યો છે. ભુજ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે ગરમી 43 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગરમીનો પારો હજી ગુજરાતીઓને દજાડશે. આગામી બે દિવસ સુધી હિટવેટ રહેશે. રાજ્યના સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, કચ્છમાં હિટવેવ રહેશે. જો કે 2 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો રહેશે. 

શનિવારે દિવસ દરમિયાન અમદાવાદમાં ગરમીમાં સામાન્ય ઘટાડો 40.9 ડિગ્રી સરેરાશ તાપમાન નોંધાયું હતું. આગામી 3 દિવસ અમદાવાદમાં 41 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 2 દિવસ બાદ તાપમાનમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આખો ઉનાળો કઇ રીતે પાર થશે તે એક સૌથી મોટો સવાલ છે. લોકો અત્યારથી જ ત્રાહીમામ પોકારી ચુક્યાં છે. 

હાલમાં દેશમાં ખાસ કરીને હિન્દી બેલ્ટ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ગરમ હવા અને લૂ ચાલવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં વધી રહેલા તાપમાને 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સમગ્ર દેશમાં માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતા 1.86 ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાયું છે.  સરેરાશ તાપમાન સામાન્ય રીતે 33.10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે વર્ષ 1908 માં નોંધાયું હતું. એટલે કે આ માર્ચ 122 વર્ષ પછી આટલો ગરમ નોંધાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news