જૂનાગઢમાં કોરોના વાયરસના વધુ ત્રણ કેસ નોંધાયા


આ પરિવારની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની હોય જેની પોઝીટીવ કેસની ગણતરી અમદાવાદમાં થશે, જ્યારે તેની સારવાર જૂનાગઢમાં ચાલી રહી છે. 

જૂનાગઢમાં કોરોના વાયરસના વધુ ત્રણ કેસ નોંધાયા

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસના ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જૂનાગઢમાં એક મહિલા અને ચોરવાડમાં બે પુરૂષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. શહેરના બિલખા રોડ પર આંબેડકરનગર વિસ્તારમાં 48 વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. 

જ્યારે ચોરવાડ ખાતે 58 અને 26 વર્ષીય એમ બે પુરૂષના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. ગઈકાલે ચોરવાડમાં એક પરિવારના ત્રણ લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. એજ પરિવારના અન્ય બે લોકોના રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યા છે. 

આ પરિવારની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની હોય જેની પોઝીટીવ કેસની ગણતરી અમદાવાદમાં થશે, જ્યારે તેની સારવાર જૂનાગઢમાં ચાલી રહી છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 33, એકનું મૃત્યુ, કુલ ડિસ્ચાર્જ 29 હાલ એકટીવ કેસ 3 છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news