ગુજરાતમાં કેટલા દિવસ રહેશે વરસાદી માહોલ? આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ ખાબકશે!
હવામાન વિભાગના મતે 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. એટલું જ નહીં, રાજ્યમાં 40 થી 60 કિલોમીટરની ગતિએ પવન પણ ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Trending Photos
ઝી ન્યૂઝ/ બ્યુરો: રાજ્યમાં હાલ ફૂલ ગુલાબી ઠંડીનું જોર ઘટ્યું છે. ત્યારે હવામાન વિભાગની કમોસમી વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. ફરી એક વાર ગુજરાતમાં માવઠાનું સંકટ મંડરાતા જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. હવામાન વિભાગના મતે 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. એટલું જ નહીં, રાજ્યમાં 40 થી 60 કિલોમીટરની ગતિએ પવન પણ ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગના મતે, રાજ્યના દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત રિજયનમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 1 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 1 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે. જેના કારણે ગાજવીજ અને બારે પવન સાથે વરસાદ પડશે. 2 ડિસેમ્બરે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે માછીમારો અને ખેડૂતો માટે સૂચના જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે દરિયાકાઠાના વિસ્તારોને એલર્ટ રહેવા અને માછીમારોને 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ વરસાદના કારણે ખેડૂતોને પાક સહીસલામત જગ્યા પર મુકવા પણ સૂચના આપી છે. પાકને નુકશાન ન થાય તેને લઈને સાવચેતી રાખવા ખેડૂતોને સૂચના આપવામાં આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેતરોમાં નમી જાય તેવા પાકને ટેકો આપવા પણ સૂચન કર્યું છે.
ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતીઓ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી સહીત જિલ્લાઓમાં ઓછાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે લેખિત સંદેશ જાહેર કર્યો છે. ખેતરમાં વાવેતર કરેલા પાકને પિયત અને દવા આપવા રાહ જોવા અપીલ કરાઈ છે. ખુલ્લામાં પડેલી મગફળી યોગ્ય જગ્યાએ ખસેડવા પણ ખેડૂતોને અપીલ કરાઈ છે.
અત્રે નોંધનીય છે કે, ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 30 નવેમ્બરથી 02 ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદની શક્યતા છે. જે અંતર્ગત તા. 30 નવેમ્બરે દક્ષિણ ગુજરાત ઉપરાંત અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ વરસવાની આગાહી છે.
તા.૦1 ડિસેમ્બરે આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે થી ખુબ ભારે વરસાદની આગાહી તેમજ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, સુરત, તાપી, જુનાગઢ, ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી અને કચ્છ જિલ્લામાં ઓછો-મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
તા.૦2 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ડાંગ અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી તથા છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી નવસારી, વલસાડ જિલ્લાઓમાં ઓછો- મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે. જેમા ખેડુતોએ કાળજી લેવી જરુરી છે તેમજ કેટલાક ખરીફ પાકો કાપણીના તબક્કે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે