રાજ્યમાં આજે લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા, પાણી પીવા પણ બહાર નહિ જઈ શકાય

today LRD Exam : અત્યાર સુધી પેપર લીક તથા અન્ય વિવાદોમાં રહેલી આ પરીક્ષા માટે ખાસ નિયમો બનાવાયા છે. પહેલીવાર વિદ્યાર્થીઓની હાજરીમાં પેપર સીલ કરવામાં આવશે

રાજ્યમાં આજે લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા, પાણી પીવા પણ બહાર નહિ જઈ શકાય
  • બપોરે 12થી 2 વાગ્યા સુધી લોકરક્ષક ભરતીની પરીક્ષા શરૂ થશે
  • પરીક્ષાર્થીઓએ સવારે 9.30 વાગ્યે કેન્દ્ર પર પહોંચવાનું રહેશે
  • પરીક્ષામાં પાણી પીવા માટે બહાર નહીં જઈ શકાય
  • પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ પર લગાવાયો છે પ્રતિબંધ
  • 954 સેન્ટર પર પરીક્ષાનું કરાયું છે આયોજન
  • તમામ પરીક્ષા કેન્દ્રો પર લગાવેલા છે CCTV
  • બાયોમેટ્રિકથી જ પરીક્ષા કેન્દ્રમાં મળશે પ્રવેશ
  • પરીક્ષા પૂરી થયા પછી પેપર પેક કરી વિદ્યાર્થીની સહી થશે

ઝી મીડિયા/બ્યૂરો :આજે લોક રક્ષક ભરતીની લેખિત પરીક્ષા યોજાનાર છે. ઉમેદવારો લાંબા સમયથી આ ભરતી પરીક્ષાના કાગડોળે રાહ જોઈ રહ્યા છે. 3 લાખ ઉમેદવારો આજે લેખિત પરીક્ષા આપશે. ત્યારે અત્યાર સુધી પેપર લીક તથા અન્ય વિવાદોમાં રહેલી આ પરીક્ષા માટે ખાસ નિયમો બનાવાયા છે. પહેલીવાર વિદ્યાર્થીઓની હાજરીમાં પેપર સીલ કરવામાં આવશે. એલઆરડી ભરતી સમિતીના વડા હસમુખ પટેલે પરીક્ષાના એક દિવસ પહેલા આ માહિતી આપી છે.

સ્ટાફને પણ મોબાઈલ પર પ્રતિબંધ
હસમુખ પટેલે પરીક્ષાઓની તૈયારીને લગતી માહિતી આપતા કહ્યુ કે, એલઆરડીની લેખિત પરિક્ષાની તમામ તૈયારી થઈ ગઈ છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પીઆઈ અને પીએસઆઈ હાજર રહેશે. પીઆઈ અને પાએસઆઈની તાલીમ પૂર્ણ થઈ છે. પરીક્ષામાં કોઈ પણ ગેરરીતિ ન થાય તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શાળામાં ઉમેદવારો મોબાઈલ નહિ લઈ જઈ શકે. તેમજ શાળાનો સ્ટાફ પણ મોબાઈલ નહિ લઈ જઈ શકે. તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક ટેસ્ટિંગ થશે. ઉમેદવાર પ્રવેશ કરશે તે સમયનું વીડિયો રેકોર્ડિંગ થશે. વિદ્યાર્થીઓની હાજરીમાં પેપર ખોલવાના આવશે. ગેરરીતિ નહિ ચલાવી લેવામા આવે.

વિદ્યાર્થીઓની હાજરીમાં પેપર સીલ થશે
પરીક્ષામાં નવા નિયમ અંગે તેમણે કહ્યું કે, પ્રથમવાર પરીક્ષામાં નવો નિયમ બનાવાયો છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં જ બેસવાનું રહેશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર વિદ્યાર્થીઓની હાજરીમાં પેપર સીલ કરવામાં આવશે. આમ, પારદર્શક રીતે પરીક્ષા લેવામા આવશે. કોલ લેટર કૂલ 2 લાખ 95 હજાર હતા, જેમાંથી 1875 ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ નથી કર્યા. સ્ટ્રોંગ રૂમ પર ઓએમઆર શિટ આવ્યા બાદ ઓનલાઈન મુકાશે. આન્સર કી ત્યાર બાદ મુકવામા આવશે. વાંધાઓ રજૂ થયા બાદ અને પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર થશે. 

ઉલ્લેખનીય છે કે, આજે 13 એપ્રિલ, રવિવારે બપોરે 12 થી 2 દરમિયાન પરીક્ષા યોજાશે. ઉમેદવારોએ 9.30 વાગે પરીક્ષા કેન્દ્રો પર પહોંચવાનુ રહેશે. બાયોમેટ્રિક વેરીફિક્શન સરળતાથી થઈ શકે માટે વહેલા ઉમેદવારો પોહોંચી જવાનું રહેશે. ઉમેદવારો માટે એસટી વિભાગ દ્વારા પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરીક્ષા કુલ 954 સેન્ટર પર લેવાશે. સલામત રીતે પેપર તમામ સેન્ટર પર પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 

આ પણ વાંચો : ગાદલા પર બેસાડી યુવતીએ વેપારીના શરીર પર અડપલા કર્યા, સુરતમાં વધુ એક વેપારી હનીટ્રેપમાં ફસાયો
 
પરીક્ષાને લઈને ખાસ બસો દોડાવાશે

આવતીકાલે રાજ્યમાં યોજાનારી lrd પરીક્ષાને લઈ એસટી વિભાગ પણ વિદ્યાર્થીઓના સપોર્ટમાં આવી છે. એસટી વિભાગ દ્વારા એસટીના તમામ વિભાગીય નિયામકોને વિશેષ સૂચનાઓ અપાઈ છે. તમામ ડેપો મેનેજરોને ફરજિયાત ઉપસ્થિત રહેવા આદેશ કરાયા છે. રાબેતા મુજબની બસ ઉપરાંત વધારાની બસની પણ વ્યવસ્થા કરાઈ છે. Lrd પરિક્ષાર્થી જે તે શહેરના કેન્દ્ર ઉપર ઉતરવા માંગે ત્યાં ઉતરી શકશે. બસમાં બેસવા દેવા માટેની પ્રાથમિકતા આપવાની પણ સૂચના અપાઈ છે તેવુ એસટી નિગમના સચિવ કે ડી દેસાઈએ જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news