હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટ્રાવેલ્સ સંચાલકો

રાજકોટમાં પવિત્ર ધાર્મિક યાત્રાના નામે લોકો સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. હજ યાત્રાના બુકિંગના નામે લોકો પાસેથી પૈસા ઉઘરાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો પૈસા લઈને ફરાર થઈ ગયા છે.
 

હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટ્રાવેલ્સ સંચાલકો

દિવ્યેશ જોષી, રાજકોટઃ રાજકોટમાં અતિ પવિત્ર માનવામાં આવતા હજ અને ઉમરાહના નામે છેતરપિંડી આચરવાનો મામલો સામે આવ્યો છે. શહેરના 200થી વધુ શ્રદ્ધાળુઓને ડિસ્કાઉન્ટની ઓફર આપી રઝવી ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા છેતરપિંડી આચરાવામાં આવી છે..ત્યારે કઈરીતે આરોપીઓએ લોકોને હજના નામે છેતરી કરોડોનું કૌભાંડ આચર્યું જોઈએ આ રિપોર્ટમાં...

મુસ્લિમો માટે અતિ પવિત્ર માનવામાં આવતી હજ અને ઉમરાહની યાત્રાના નામે રાજકોટની રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ કરોડોની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે..સંચાલકોએ અલગ-અલગ ગ્રૂપમાં 217થી વધુ વ્યક્તિઓ પાસેથી રૂપિયા લઇ છેતરપિંડી આચરી. જેમા રાજકોટ, ગોંડલ, જેતપુર, મોરબી, વાંકાનેર, ટંકારા સહિતના શહેરોના લોકો સાથે છેતરપિંડીનો આંકડો બે કરોડે પહોંચ્યો છે...ત્યારે હાલ તો આ મામલે 19 વ્યક્તિઓ સાથે રૂ.14 લાખની ઠગાઇ કર્યાની બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે સંચાલકો દ્વારા હજનું બુકિંગ 4 મહિના પહેલા શરુ કરવામાં આવ્યું હતું.જે દિવસે ભોગબનનાર વ્યક્તિનો પરિવાર અમદાવાદ પહોંચ્યો ત્યારે ત્રણ ગ્રુપના અંદાજે 217 યાત્રાળુઓને અલગ અલગ ફલાઈટનાં શેડયુલ જણાવી અમદાવાદ બોલાવાયા હતાં. જો કે અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલ-2 પર પહોંચતાં જ ટુરમાં આવેલા તમામ યાત્રાળુઓનો ખ્યાલ આવી ગયો હતો કે તેમની સાથે ફ્રોડ થયો છે. આ સ્થિતિમાં પાસપોર્ટ બાબતે તપાસ કરતા અન્ય યાત્રાળુઓ પાસેથી જાણવા મળ્યું કે, બગોદરા હાઈવે પર ઈનોવા કાર પાર્ક થયેલી છે. જેમાં બેઠેલા બિસ્મીલ્લાબેન પાસે તમામ યાત્રાળુઓનાં પાસપોર્ટ છે. જેથી તેમની પાસે જઈ યાત્રાળુઓએ પાસપોર્ટ મેળવી લીધા હતાં.  બિલ્મિલાબહેનને ટુર સંચાલકો ફિરોઝ અને અફઝલ વિશે પૂછતા તેમને પણ તે બંને વિશે કોઈ જાણ ન હોવાનું જણાવ્યું..તેઓએ પાસપોર્ટ તો આપ્યા પરંતું ટિકીટ વેશે પૂછતા જણાવ્યું કે તમારા બધાની ટિકિટો અફઝલ અને ફિરોઝ પાસે છે અને હાલ આ બન્ને ક્યા છે તે અમને ખબર નથી.

હજનું બુકિંગ 4 મહિના પહેલા શરુ કરવામાં આવ્યું
217 યાત્રાળુઓને અલગ અલગ ફલાઈટનાં શેડયુલ જણાવ્યા 
ત્યારબાદ યાત્રાળુઓને અમદાવાદ બોલાવાયા 
યાત્રાળુઓ ટર્મિનલ 2 ઉપર ભેગા થયા 
જો કે તમામને છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની શંકા ગઈ 
બિસ્મીલ્લાબેન પાસે તમામ યાત્રાળુઓનાં પાસપોર્ટ હોવાની જાણ થઈ 
તેમની પાસે જઈ યાત્રાળુઓએ પાસપોર્ટ મેળવી લીધા
પરંતું તેઓને પણ ટૂર સંચાલકો વિશે કોઈ માહિતી ન્હોતી
તેઓએ પાસપોર્ટ તો આપ્યા
ટિકીટ મહિલા પાસે ન્હોતી 
ટિકિટો અફઝલ અને ફિરોઝ પાસે છે 
જો કે એ બંને ક્યાં છે એ મહિલાને ખબર ન્હોતી

ઠગબાજોએ ઓફિસમાં કામ કરતી એજન્ટને પણ નથી છોડી તેની પાસેથી પણ તેઓ 27 લાખ લઇ ગયા હોવાનું સામે આવ્યું છે...પોલીસની તપાસમાં તેની ઓફિસમાં એજન્ટ તરીકે કામ કરતી બિસ્મિલાબેન પાસે 60 ટિકિટ બુક કરાવી હોવાનું કહી 27 લાખ લઇ લીધા હોવાનું બહાર આવ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news