પોતાની ઉંમરથી પણ અડધુ વજન ધરાવતા લલિતાબેનની સર્જરી દેશનુ પ્રથમ યુનિક ઓપરેશન બન્યું
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મીનીમલી ઇન્વેસીવ ટેકનિકનો ઉપયોગ કરી ભારતમાં પ્રથમ વખત ટ્રીપલ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી છે. HCG હોસ્પિટલમાં ડોકટરોની ટીમે મિટ્રલ, એઓર્ટ્રિક વાલ્વ અને હૃદયના ટ્રિક્સપીડ વા રોગની ગંભીર સંકુચિતતાથી પીડાતી 61 વર્ષીય મહિલા દર્દીના હૃદયના ત્રણ વાલ્વને યાંત્રિક વાલ્વ સાથે બદલવામાં આવ્યા છે.
61 વર્ષીય દર્દી લલીતાબેન પટેલની વાત કરીએ તો, એમનું વજન માત્ર 32 કિલોગ્રામ જેટલું હોવાથી આ સર્જરી ખૂબ જ જોખમી હતી. લલીતાબેન થાક અને ધબકારા સાથે ડીસપનીયાની તકલીફ સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. 2ડી ઇકો કાર્ડિયોગ્રાફી કરવામાં આવતા લલિતાબેન મીટ્રલ સ્ટેનોસિસ, સિવિયર એઓર્ટ્રિક સ્ટેનોસિસ, સીવિયર ટ્રિક્સપિડ વાલ્વ રિગર્ગીટેશન સાથે કાર્બનિક ટ્રિક્સપિડ વાલ્વ રોગ અને પલ્મોનરી ધમની હાઈપરટેન્શન અને ECG દ્વારા દર્શાવવામાં આવેલા આર્ટરલ વાલ્વ સાથે પીડિત હતા.
હૃદયના સ્ટેનોસિસથી પીડાતા લલિતાબેનનું વજન પણ ઘટ્યું હતું, જે માત્ર 32 કિલો થઈ ગયું હતું. 32 કિલોના વજનના 61 વર્ષીય દર્દી પર એકસાથે 3 વાલ્વ બદલવાની સર્જરી જોખમી હતી. આ જોખમી સર્જરી કરનાર કાર્ડિયાક ડોક્ટર બ્રજમોહન સિંઘે કહ્યું કે, દર્દીની ઉંમર અને વજન જોતા ઓપન હાર્ટ સર્જરી કરવી શક્ય ન હતી. તેથી અમે હ્રદયના વાલ્વને બદલીને મિકેનિકલ મેટલ વાલ્વ બદલ્યા છે. દર્દીના લંગ્સમાં પાણી ભરાયુ હતું, એટલે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. 3 વાલ્વની એકસાથે સમસ્યા હતી, સર્જરી જ એકમાત્ર વિકલ્પ હતો. એનેસ્થેસિયા આપવા માટે આટલી ઉંમરે આટલું ઓછી વજન એકપણ સમસ્યા હતી. તેથી ઓપરેશન પહેલા અમે દર્દીને 24 કલાક વેન્ટિલેટર પર રાખવાનો નિર્ણય કર્યો હતો, પરિણામ સારું આવ્યું અને સફળતાપૂર્વક ઓપરેશન કરી ચૂક્યા છીએ.
આ પણ વાંચો :
તો ડોક્ટર જય શાહે કહ્યું, છેલ્લા 10 વર્ષથી લલિતાબેન બીમાર રહેતા હતા, જો કે તમામ સમસ્યાઓ તેઓ અવગણતા રહ્યા હતા. આ એક સામાન્ય પરિવારના લોકો છે, આ પ્રકારની સર્જરી માટે અંદાજે 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થતો હોય છે, પરંતુ PMJAY કાર્ડ અંતર્ગત અમે વાલ્વ બદલવાનું ઓપરેશન કરીને બાકીનો ખર્ચ માફ કર્યો છે. આવી જટિલ સર્જરી બાદ બ્લડ થીનર બાદમાં દર્દીને આપવામાં આવે છે, સમયાંતરે મોનીટરીંગ કરી સારવાર આપતા રહેવાથી દર્દી સ્વસ્થ્ય રહે છે.
ઓપરેશન બાદ લલિતાબેને કહ્યું કે, ડોક્ટરોએ સર્જરી માટે કહ્યું ત્યારે મને બીક પણ લાગી હતી. પરંતુ સદનસીબે સર્જરી બાદ હવે હું સ્વસ્થ છું, સાથે જ તમામ ડોકટરોનો આભાર વ્યક્ત કરું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે