Amit Shah likely to visit Gujarat: 28 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, જાણો શું છે તેમનો કાર્યક્રમ?

Amit Shah likely to visit Gujarat: આવતી કાલે અમિત શાહ કલોલ તાલુકાના વડસર ગામના તળાવના બ્યુટિફિકેશનના કામનું ખાતમુર્હૂત કરશે. અમિત શાહ સોમવારે સવારે દિલ્લી પરત ફરશે.

 Amit Shah likely to visit Gujarat: 28 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, જાણો શું છે તેમનો કાર્યક્રમ?

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે. ત્યારે ગુજરાતની જનતાને આકર્ષવા માટે દિગ્ગજ નેતાઓ વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે. એક બાજુ પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રવિવારે ગાંધીનગર પોતાના મતક્ષેત્રમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજર રહેશે.

આવતી કાલે અમિત શાહ કલોલ તાલુકાના વડસર ગામના તળાવના બ્યુટિફિકેશનના કામનું ખાતમુર્હૂત કરશે. અમિત શાહ સોમવારે સવારે દિલ્લી પરત ફરશે. તમને જણાવી દઈએ કે, અમિત શાહ જન્માષ્ટમીના દિવસે પણ ગુજરાતની મુલાકાતે હતા અને તેમણે ઈસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે પરિવાર સાથે પહોંચ્યા હતા અને આરતીમાં પણ ભાગ લીધો હતો. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 ઓગષ્ટે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. આ રાષ્ટ્રીય યુનિવર્સિટી બન્યા બાદ આ તેનો પ્રથમ પદવીદાન સમારોહ છે. આ પદવીદાન સમારોહના સમાપન બાદ ગૃહમંત્રી અમિત શાહ બપોરે કલોલના પાનસર ગામની મુલાકાત લેશે. અમિત શાહના તેમના સંસદીય ક્ષેત્રમાં વિકાસ કામોની સમીક્ષા કરશે અને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરશે, તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહયા છે કારણકે બે મહિના બાદ આચાર સંહિતા અમલમાં આવી જતી હોવાથી ભાજપ વિકાસના કામોના લોકાર્પણ-ઉદ્ઘાટનમાં ઝડપ કરી છે અને જનતા વચ્ચે જઇ રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે આવી રહયા છે અને દિલ્હી-પંજાબ મોડેલનો મુદ્દો લઈ પ્રચાર-પ્રસાર ચાલુ કર્યો છે તો બીજી તરફ પીએમ મોદી અને શાહની મુલાકાતો પણ વધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news