વડોદરાના ડેપ્યુટી મેયર લોકડાઉનના નિયમોને ઘોળીને પી ગયા

વડોદરાના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ એક તસવીરને કારણે વિવાદમાં આવ્યાં છે. તેઓએ શહેરના માણેજા વિસ્તારમાં ટોળા ભેગા કરી ફોટા પડાવ્યા હતા. ડેપ્યુટી મેયરે આ રીતે લોકોને એકઠા કરીને કલમ 144નું ઉલ્લંઘન કર્યું છે. લોકોને માસ્ક પહેરવાની સલાહ આપનાર ભાજપના નેતાઓ જ માસ્ક વગર ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. લોકોની સાથે સાથે જીવરાજ ચૌહાણ પણ ટોળામાં માસ્ક વગર ઉભા છે. શું કોરોના (Coronavirus) નો કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે તેવા સવાલ લોકો ઉઠાવી રહ્યાં છે.
 વડોદરાના ડેપ્યુટી મેયર લોકડાઉનના નિયમોને ઘોળીને પી ગયા

ઝી મીડિયા/વડોદરા :વડોદરાના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ એક તસવીરને કારણે વિવાદમાં આવ્યાં છે. તેઓએ શહેરના માણેજા વિસ્તારમાં ટોળા ભેગા કરી ફોટા પડાવ્યા હતા. ડેપ્યુટી મેયરે આ રીતે લોકોને એકઠા કરીને કલમ 144નું ઉલ્લંઘન કર્યું છે. લોકોને માસ્ક પહેરવાની સલાહ આપનાર ભાજપના નેતાઓ જ માસ્ક વગર ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. લોકોની સાથે સાથે જીવરાજ ચૌહાણ પણ ટોળામાં માસ્ક વગર ઉભા છે. શું કોરોના (Coronavirus) નો કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે તેવા સવાલ લોકો ઉઠાવી રહ્યાં છે.

ગુજરાતની આ ટબુકડીની અપીલ, લુડો-ગેમ રમો, પણ બહાર નીકળતા નહિ....

લોકોને માસ્ક પહેરવાની સલાહ આપનારા નેતાઓ જ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. એક તરફ સરકાર લોકોને અપીલ કરી રહી છે કે, ઘરમં રહો અને બહાર જાઓ તો માસ્ક પહેરો. ત્યારે ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણે મોટી સંખ્યામાં લોકોને એકઠા કર્યા હતા. તેમની સાથે ઉભેલા પણ અનેક લોકોએ માસ્ક પહેર્યા નથી. આ તસવીરો જોઈ નાગરિકો પૂછી રહ્યાં છે કે, શું કાયદો માત્ર લોકો માટે જ છે કે.

બીજી તરફ, વડોદરા મહાનગરપાલિકાની કોરોના વાયરસને લઈ મોટી બેદરકારી સામે આવી છે. આરોગ્ય શાખામાં જ કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જાળવી રહ્યા. કર્મચારીઓ માસ્ક પહેર્યા વગર જ કામ કરી રહ્યા છે. પાલિકાએ 100 ટકા કર્મચારીઓને નોકરી પર હાજર રાખ્યા છે. પાલિકાના વિપક્ષ નેતાએ રોટેશન પોલિસી અમલમાં મૂકવા માંગ કરી છે. 50-50 ટકા કર્મચારીઓને નોકરી પર બોલાવવા માંગ કરી છે. ત્યારે વિપક્ષના નેતાઓ કર્મચારીઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠાવ્યા છે. 

વડોદરામાં કોરોના વાયરસના પગલે ફાયર વિભાગની કામગીરી ફાયર વિભાગ સમગ્ર શહેરને સેનેટાઈઝ કરી રહ્યું છે. શહેરની સોસાયટી, પોળ વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગે માંડવીથી ગેંડીગેટ રોડને સેનેટાઈઝ કર્યું અને રોડ રસ્તાને કેમિકલથી સેનેટાઈઝ કરાઈ રહયાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news