Coronavirus: ઘોર બેદરકારી બાદ તબલીગી જમાતે આપ્યું ચોંકાવનારું નિવેદન, જાણો શું કહ્યું?

નિઝામુદ્દીન તબલીગી જમાત મરકઝ પર કોરોના વાયરસ મામલે ઘોર બેદરકારી વર્તવાનો આરોપ લાગ્યો છે. મરકઝે એક નિવેદનમાં કહ્યું કે પહેલા દિવસથી જ તેમણે તમામ પ્રકારની જાણકારી પ્રશાસનને આપી હતી. મરકઝના પ્રવક્તા અશરફે ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે તેઓ સતત એસડીએમ પોલીસ અને ડબલ્યુએચઓના સંપર્કમાં હતાં. તેમણે પ્રશાસન પર આરોપ લગાવતા કહ્યું કે મેં અનેકવાર અપીલ કરતા કહ્યું કે લોકોને બહાર જવા દેવામાં આવે. પરંતુ સમય પર પગલાં લેવાયા નહી. હવે તેમને આ બધા માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે આ બિલકુલ ખોટું છે. 
Coronavirus: ઘોર બેદરકારી બાદ તબલીગી જમાતે આપ્યું ચોંકાવનારું નિવેદન, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: નિઝામુદ્દીન તબલીગી જમાત મરકઝ પર કોરોના વાયરસ મામલે ઘોર બેદરકારી વર્તવાનો આરોપ લાગ્યો છે. મરકઝે એક નિવેદનમાં કહ્યું કે પહેલા દિવસથી જ તેમણે તમામ પ્રકારની જાણકારી પ્રશાસનને આપી હતી. મરકઝના પ્રવક્તા અશરફે ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે તેઓ સતત એસડીએમ પોલીસ અને ડબલ્યુએચઓના સંપર્કમાં હતાં. તેમણે પ્રશાસન પર આરોપ લગાવતા કહ્યું કે મેં અનેકવાર અપીલ કરતા કહ્યું કે લોકોને બહાર જવા દેવામાં આવે. પરંતુ સમય પર પગલાં લેવાયા નહી. હવે તેમને આ બધા માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે આ બિલકુલ ખોટું છે. 

મરકઝે પોલીસને સ્પષ્ટતા કરતા કહ્યું કે કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો આવે છે. તેની તૈયારીઓ તો એક વર્ષથી ચાલતી હતી. જ્યારે મરકઝમાં લોકો અહીં પહોંચ્યા તો તે વખતે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી. 22 માર્ચના રોજ જનતા કર્ફ્યૂના દિવસે પણ બધાને અહીં જ રોકવામાં આવ્યાં. 

મરકઝે કહ્યું કે તેના આગલા દિવસે વડાપ્રધાને સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી દીધી. તેમને ટ્રેનો કે પછી અન્ય રીતે બહાર જવાનું હતું પરંતુ તેઓ જઈ શક્યા નહીં. જેને લઈને દિલ્હી પોલીસે મરકઝને નોટિસ પણ મોકલી હતી. 

મરકઝે કહ્યું કે 25 માર્ચના રોજ હેલ્થ વિભાગની ટીમ મરકઝમાં આવી હતી અને તેણે બધાને ચેક કર્યા હતાં. ત્યારબાદ 26મીના રોજ અને ત્યારબાદ ફરીથી 28 માર્ચના રોજ ડબલ્યુએચઓના હેલ્થ વિભાગ સહિત અનેક લોકો આવ્યાં હતાં. ત્યારબાદ પણ સતત અનેક મીટિંગ એસડીએમ એસીપી સાથે થઈ. પરંતુ 30 તારીખના રોજ એક હવા ફેલાઈ કે મરકઝમાં અનેક લોકો કોરોના સંક્રમિત છે. 

અત્રે જણાવવાનું કે નિઝામુદ્દીન વિસ્તારના કેસને સરકાર દેશ સમક્ષ મોટો પડકાર માની રહી છે. હાલાતની સમીક્ષા કરવા માટે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠક થઈ રહી છે. દિલ્હી સરકાર પણ આ મુદ્દે ગંભીર છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે હાઈ લેવલ મીટિંગ થઈ રહી છે.ત સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે. 

આ બધા વચ્ચે સત્યેન્દ્ર જૈને કહ્યું કે નિઝામુદ્દીનમાં આયોજકોએ ખોટું કામ કર્યું. તેમણે ઘોર અપરાધની શ્રેણીનું કામ કર્યું છે. દિલ્હીમાં ડિઝાસ્ટર એક્ટ લાગુ હતો. તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે. તેમણે એમ પણ કહ્યું કે આ કાર્યક્રમ સંલગ્ન 24 લોકો અત્યાર સુધી કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે. 1033 લોકોને આઈસોલેટ કરાયા છે. 334 લોકો હોસ્પિટલમાં છે. લગભગ 700 લોકો ક્વોરન્ટાઈન કરાયેલા છે. 

યુપીના સીએમ યોગી આદિત્યનાથે બોલાવી ઈમજન્સી બેઠક
તબલીગી જમાતના કાર્યક્રમમાં દેશભરથી લોકોના ભાગ લીધો હોવાના કારણે ખળભળાટ મચ્યો છે. રાજ્ય સરકારો સક્રિય થઈ ગઈ છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે લખનઉમાં ઈમરજન્સી બેઠક બોલાવી છે. તેમણએ પોતાના આજના તમામ પ્રવાસ રદ કર્યા છે. તેઓ સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે. તેઓ ગાઝિયાબાદથી સીધા લખનઉ જશે. તબલીગી જમાતના કાર્યક્રમમાં યુપીથી પણ લોકો ગયા હતાં. આસામના નાણામંત્રી હેમંતા બિસ્વ સરમાએ ટ્વીટ કરીને કહ્યું કે જો આસામના કોઈ નાગરિકે તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેઓ તત્કાળ નજીકના સરકારી હોસ્પિટલમાં આ અંગે સૂચના આપે કે હેલ્પલાઈન પર ફોન કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news