સસરા હોય તો આવા, એક સેકન્ડનો વિચાર કર્યા વગર વહુને પોતાની કિડની દાન કરી
Father in law Gave His Kidney To Daughter in law : આવા કિસ્સા જ્વલ્લે જ જોવા મળે છે કે, કોઈ સસરાએ પોતાની પુત્રવધુ માટે કિડની આપી હોય... સસરાએ વહુનુ જીવન બચાવ્યું
Trending Photos
Vadodara News : દીકરી વ્હાલનો દરિયો એવા ગુણગાન હંમેશા લોકો ગાતા હોય છે. ભારતમાં આજે પણ એવા પરિવારો છે જ્યાં વહુને દીકરી સમાન ગણતા નથી. વહુઓને મર્યાદાઓમાં રાખવામા આવે છે. પરંતુ વડોદરાના એક પરિવારે એવુ કર્યુ કે તેના ગુનગાના ગાઓ એટલા ઓછા છે. દાદોહના ભાંભોરી ગામે એક મહિલાની બંને કિડની ફેલ થઈ ગઈ હતી, તો સસરાએ પોતાની કિડની આપીને વહુને નવજીવન આપ્યું.
દાહોદના ભાંભોરી ગામે પ્રવીણભાઈ આડીનો પરિવાર રહે છે. તેમની 30 વર્ષીય પુત્રવધુ સોનલબેન આડીને એકાએક પેટમાં દુખાવો ઉપડ્યો હતો. 8 મહિના પહેલા તપાસ કરતા જાણવા મળ્યું કે, તેમની બંને કિડની ફેલ થઈ છે. તેથી તમારા કિડની બદલવી પડશે. વર્ષ 2021 માં 30 વર્ષીય સોનલબેનની કિડનીની સારવાર વડોદરામાં શરૂ થઈ હતી.
સોનલબેનને બચાવવા માટે એક કિડનીની જરૂર હતી. આ માટે પરિવારના સભ્યો મદદ માટે આગળ આવ્યા હતા, સોનલબેનના સાસરી અને પિયર બંને પક્ષના સભ્યોમાંથી કોણ કોણ કિડની આપશે તે ચર્ચાયું. આ બાદ સસરા પ્રવીણભાઈએ જાહેરાત કરી કે, હું મારી કિડની પુત્રવધુને આપીશ.
પ્રવીણભાઈ પોતાના જીવનમાં ક્યારેય બીમાર પડ્યા નથી. ત્યારે સ્વસ્થ પ્રવીણભાઈના આ નિર્ણયથી આખો પરિવાર ખુશ થઈ ગયો હતો.
આવા કિસ્સા જ્વલ્લે જ જોવા મળે છે કે, કોઈ સસરાએ પોતાની પુત્રવધુ માટે કિડની આપી હોય. આ બાદ કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરાયુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે