વાયુ વાવાઝોડુ ફંટાયા બાદ રાજ્યના હવામાનમાં પલટો, 29 તાલુકાઓમાં વરસાદ
હવામાન ખાતાએ છેલ્લા 12 કલાકોમાં વાયુ વાવાઝોડાની ગતિ ધીમી પડવા છતાં તેને અતિ ગંભીર શ્રેણીમાં મૂકતા કહ્યું છે કે વાયુની દિશા શનિવારે ગુજરાતના કાંઠા વિસ્તારોથી સમુદ્રમાં પશ્ચિમ તરફ થઈ ગઈ છે. હવામાન ખાતાએ વાયુ વાવાઝોડું 17 જૂન સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારોમાં પહોંચે તેવું અનુમાન કર્યું છે.
Trending Photos
અમદાવાદ: હવામાન ખાતાએ છેલ્લા 12 કલાકોમાં વાયુ વાવાઝોડાની ગતિ ધીમી પડવા છતાં તેને અતિ ગંભીર શ્રેણીમાં મૂકતા કહ્યું છે કે વાયુની દિશા શનિવારે ગુજરાતના કાંઠા વિસ્તારોથી સમુદ્રમાં પશ્ચિમ તરફ થઈ ગઈ છે. હવામાન ખાતાએ વાયુ વાવાઝોડું 17 જૂન સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારોમાં પહોંચે તેવું અનુમાન કર્યું છે. દ્વારકાના દરિયામાં હજુ પણ કરંટ જોવા મળી રહ્યો છે. વાયુની દિશા બદલતા રાજ્યના હવામાનમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. 29 તાલુકાઓમાં ભારે હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. વાવાઝોડાના યુટર્નને લઈને તંત્ર એકદમ અલર્ટ છે. કચ્છમાં એનડીઆરએફની 3 વધુ ટીમો મોકલાશે.
હવામાન ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા બુલેટિન મુજબ શનિવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં વાયુનો પ્રભાવ વિસ્તાર અરબ સાગરમાં પૂર્વોત્તર અને મધ્ય પૂર્વ ક્ષેત્રમાં દીવથી 445 કિમી પશ્ચિમમાં અને પોરબંદરથી 335 કિમી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં સ્થિત હતું. તે લગભગ 6 કિમી પ્રતિ કલાકની ઝડપથી કાંઠા વિસ્તારોથી સમુદ્રમાં પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તે મુજબ વાયુ વાવાઝોડું આગામી 24 કલાકથી 36 કલાક સુધીમાં આ ગતિથી પશ્ચિમ દિશામાં આગળ વધતા સતત નબળું પડી રહ્યું છે. હવામાન ખાતાએ ત્યારબાદ વાયુની દિશામાં બદલાવની શક્યતા વ્યક્ત કરતા કહ્યું કે તેના ઉત્તર પૂર્વમાં દિશા બદલ્યા બાદ 17 જૂનની સાંજ સુધીમાં તે સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારોમાં પહોંચે તેવું અનુમાન છે. જો કે ખતરો હજુ પણ ઓછો નથી. જેને ધ્યાનમાં રાખતા એનડીઆરએફની વધુ ટીમો મોકલવાનું પણ નક્કી કરાયું છે. તંત્ર આ બાબતે ખુબ જ અલર્ટ રાખી છે. કચ્છમાં હાલ 2 ટીમ છે અને વધુ 3 ટીમો એનડીઆરએફની મોકલવાનો નિર્ણય લેવાયો છે.
જુઓ LIVE TV
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં સમુદ્રી વિસ્તારોમાં હવાના હળવા દબાણના કારણે શનિવારે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. દ્વારકા, ઓખા, કંડલા, પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં 10થી 27 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પાટણ, દાહોદ, અમદાવાદમાં પણ ભારે વરસાદ પડ્યો. રાજ્યના 29 જિલ્લાઓમાં ઓછો વધારે વરસાદ નોંધાયો છે.
(ઈનપુટ-ભાષામાંથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે