રાજપીપળામાં પેવર બ્લોકના ખાતમુહૂર્તમાં સાંસદ સભ્ય અને પાલિકા સભ્ય વચ્ચે શાબ્દિક ટપાટપી
Trending Photos
રાજપીપળા: નગરપાલિકા વિસ્તારમાં રાજેન્દ્રનગર સોસાયટીમાં 2.8 કરોડના ખર્ચે પેવર બ્લોક નખાવવાની કામગીરીનું બે દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતં. જેનો વિરોધ સ્થાનિકો કરી રહ્યા છે. પેવર બ્લોક નંખાશે તો ઘરોમાં પાણી ભરાશે તેવી સ્થાનિકોમાં દહેશત છે. જો કે વિરોધ વચ્ચે આજે શનિવારે પાલિકાતંત્ર ઉપરાંત સાંસદ પુનમ માડમ, મનસુખ વસાવા દ્વારા ખાતમુહર્તના કામ કરતા બધા રાજેન્દ્રનગર સોસાયટીમાં એકત્ર થયા હતા. જેમાં રાજપીપળા નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટર મહેશ વસાવાએ અમને જાણ કેમ ન કરવામાં આવી તે બાબતે વિરોધ કરતા સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા. ત્યાર બાદ બંન્ને વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી પણ થઇ હતી.
પાલિકાના સભ્ય મહેશ વસાવાએ આક્ષેપ કર્યો કે સૌપ્રથમ કામને બોર્ડમાં લેવામાં આવ્યું નથી. તેમ છતા પણ કામનુ મુહર્ત કેવી રીતે કરવામાં આવી રહ્યું છે. અમને જાણ કરાઇ નથી. આવા વિરોધ વચ્ચે શાબ્દિક ટપાટપી ચાલુ થઇ હતી જે ઉગ્ર બોલાચાલીમાં પરિણમી હતી. જો કે સાંસદોએ જણાવ્યું કે, અમે ટેક્નીકલ એન્જિનિયર્સ પાસેથી સલાહ સુચનો લઇને આ કામગીરી કરી રહ્યા છીએ. એકવાર પેવર બ્લોક નંખાઇ જશે પછી બધા અમને યાદ કરશે. ક્યાંય પણ પાણી નહી ભરાય તેવી પદ્ધતીથી કામગીરી ચાલી રહી છે. આ વિરોધ રાજકીય છે બાદી સોસાયટીના લોકો ખુશ છે.
જ્યારે બીજી તરફ સોસાયટીના રહીશોનો આરોપ છે કે પાલિકા દ્વારા 2.08 કરોડનું ઓનલાઇન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. સુરતની એક એજન્સી જે ભાવે કામ કરી રહી છે તે જોતા તે ખુબ જ હલકી ગુણવત્તાની કામગીરી કરશે તેવું લાગી રહ્યું છે. ભવિષ્યમાં અકસ્માતોનું કારક બનશે. જો આરસીસી રોડ બને તો ટેન્ડરના અડધા ભાવમાં આ કામગીરી થઇ શકે. જેથી સરકારનાં પણ રૂપિયા બચશે અને સ્થાનિકોનો પણ ફાયદો થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે