Gujarat Budget 2025: ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળશે? ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 6751 કરોડની જોગવાઇ

Gujarat Budget: ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹૬૭૫૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રિન્યુએબલ ઊર્જામાં નવીનતા, સમાવેશીતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપીને ઊર્જાની જરૂરિયાતોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે.

Gujarat Budget 2025: ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળશે? ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 6751 કરોડની જોગવાઇ

Gujarat Budget: ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું. વર્ષ 2025-26નું ગુજરાતનું 3,70,250 કરોડનું બજેટ નાણામંત્રીએ રજૂ કર્યું છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹૬૭૫૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રિન્યુએબલ ઊર્જામાં નવીનતા, સમાવેશીતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપીને ઊર્જાની જરૂરિયાતોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. પી.એમ. સૂર્યઘર યોજનાના અમલીકરણમાં ગુજરાત ૪૦%ના યોગદાન સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે. 

  • ગ્લોબલ RE ઇન્‍વેસ્ટ સમિટ-૨૦૨૪માં રાજ્યને રિન્યુએબલ પાવર ક્ષમતા પ્રાપ્ત કરવાની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા બદલ અલગ અલગ કેટેગરીમાં હાઇએસ્ટ અચિવર સ્ટેટ તરીકેનો પુરસ્કાર મળેલ છે. જે સાબિત કરે છે કે ગુજરાતે પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે.

  • ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ₹૨૧૭૫ કરોડની જોગવાઇ. 

  • આદિજાતિ તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે ₹૯૮૭ કરોડની જોગવાઇ. 

  • સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના હેઠળ નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે ₹૧૩૨ કરોડ અને નવા સબ સ્ટેશનો સ્થાપવા માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ. 

  • રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હિકલ(EV) ચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટે ₹૫૦ કરોડની જોગવાઇ. 

  • રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે માળખાકીય સુવિધાઓના અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે ₹૯૩૬ કરોડની જોગવાઇ. 

  • આદિજાતિ વિસ્તારોમાં નવા સબ-સ્ટેશનો સ્થાપવા માટે ₹૧૬૦ કરોડની જોગવાઇ. 

  • મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ ₹૨૪૫ કરોડની જોગવાઇ.

  • પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન-ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ પૂરા પાડવા માટે ₹૧૦૩ કરોડની જોગવાઇ. 

  • દરિયાકાંઠાના વિસ્તારોમાં આપત્તિ પ્રતિરોધક વીજ માળખું ઊભું કરવા ₹૧૦૦ કરોડની જોગવાઇ.

  • હયાત ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ. 

  • ગુજરાતમાં એનર્જી સ્ટોરેજ અને પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ. 

  • રસ્તાઓના વિસ્તૃતિકરણ અથવા રસ્તાઓ પર અડચણરૂપ હયાત ટ્રાન્સમિશન લાઇન અને સંલગ્ન વીજ માળખાનું શિફટીંગ/રિપ્લેસમેન્ટ કરવા માટે ₹૯૫ કરોડની જોગવાઇ.

  • વીજળીની સલામતી અંગે જાગૃતિ ફેલાવવા, ગ્રીન એનર્જી ડેટા સેન્ટરના વિકાસ, એનર્જી ટ્રાન્ઝિશન અને ગ્રીન જોબ્સ માટે ક્ષમતા વિકાસ, પાયલટ પ્રોજેક્ટ, શક્યતા અધ્યયન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ₹૨૬ કરોડની જોગવાઇ.

  • ગુજરાતમાં ગ્રીન ફીડર્સ પાયલટ પ્રોજેક્ટ માટે, ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ સ્થાપવા અર્થે અનુકૂળ સ્થળો માટે પ્રાથમિક પરીક્ષણ હાથ ધરવા, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન માટે કોમન ટ્રાન્સમિશન કોરીડોર તથા બાયો-ફ્યુઅલ ઉદ્યોગના વિકાસ માટે ₹૪ કરોડની જોગવાઇ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news