RAJKOT: અધધધ કિંમતે વેચાયો પ્લોટ, કિંમત જાણીને ધોળા દિવસે તારા દેખાશે

મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ નગર રચના યોજના નંબર 3 અંતર્ગત નાના મવા સર્કલ ખાતે આવેલ 9438 ક્ષેત્રફળના પ્લોટની આજે સવારે 11 વાગ્યે ઓનલાઇન હરાજી રાખવામાં આવી હતી. જેમાં 3 અલગ અલગ પેઢીએ ભાગ લીધો હતો. આ પ્લોટની અપસેટ કિંમત 1.25 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. જેમાં ઓમ નાઇન સ્કવેર એલએલપી નામની પેઢીએ રૂપિયા 118,16,37,600 કિંમતે ખરીદ કરી છે.
RAJKOT: અધધધ કિંમતે વેચાયો પ્લોટ, કિંમત જાણીને ધોળા દિવસે તારા દેખાશે

રાજકોટ : મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ નગર રચના યોજના નંબર 3 અંતર્ગત નાના મવા સર્કલ ખાતે આવેલ 9438 ક્ષેત્રફળના પ્લોટની આજે સવારે 11 વાગ્યે ઓનલાઇન હરાજી રાખવામાં આવી હતી. જેમાં 3 અલગ અલગ પેઢીએ ભાગ લીધો હતો. આ પ્લોટની અપસેટ કિંમત 1.25 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. જેમાં ઓમ નાઇન સ્કવેર એલએલપી નામની પેઢીએ રૂપિયા 118,16,37,600 કિંમતે ખરીદ કરી છે.

રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી મોંઘા પ્લોટનું આજે વેચાણ થયું છે. ઓનલાઇન હરાજી દરમિયાન રાજકોટ મનપાને નાના મવા ખાતે પ્લોટની 118.36 કરોડ આવક થવા પામી છે. આ પ્લોટની ખરીદી PM નરેન્દ્ર મોદીના પ્રખર સમર્થક ગોપાલ ચુડાસામાએ કરી છે. જેઓ હાલ રાજકોટ પેટ્રોલપંપ એસોસિએશનના પ્રમુખ અને વિખ્યાત બિલ્ડર છે. PM નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી જીત્યાએ દિવસે તેઓએ પોતાના પેટ્રોલપંપ પરથી એક દિવસ નિઃશુલ્ક CNG ગેસ ઓટોરિક્ષામાં ભરી આપ્યો હતો.

કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષના બજેટમાં 300 કારોડનો જમીન વેંચાણનો ટાર્ગેટ રાખ્યો હતો જેની સામે નવી બોડીના પ્રથમ મહિનામાં અને બજેટની બહાલીના બોર્ડ પહેલા જ 33% નો ટાર્ગેટ એક જ સોદામાં પૂરો થઇ ચુક્યો છે. ઉલ્લેખનિય છે કે ચાલુ વર્ષે બજેટનું લક્ષ્યાંક પુરૂં કરવામાં મુશ્કેલી પડી શકે તેમ નથી અને જમીન મકાન મામલે મંદીની વાત ઉડાવી દેતો આ સોદો સરાહનીય માનવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news