નકલી પાસપોર્ટનો ઉપયોગ કરી ઓમાન જતા યુવકની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત
અમદાવાદથી નકલી પાસપોર્ટ પર ઓમાન જાય તે પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી એક શખ્સને ઇમિગ્રેશન વિભાગે ઝડપી પડ્યો છે. સંતોષકુમાર ભગત નામનો શખ્સ ઝડપાયો છે.પોલીસ અને ઇમિગ્રેશ વિભાગે તપાસ કરતા અમદાવાના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સંતોષ ભગત નામનો શખ્સ નકલી પાસપોર્ટ સાથે ઇમિગ્રેશન વિભાગના હાથે ઝડપાઇ ગયો હતો.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદથી નકલી પાસપોર્ટ પર ઓમાન જાય તે પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી એક શખ્સને ઇમિગ્રેશન વિભાગે ઝડપી પડ્યો છે. સંતોષકુમાર ભગત નામનો શખ્સ ઝડપાયો છે.પોલીસ અને ઇમિગ્રેશ વિભાગે તપાસ કરતા અમદાવાના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સંતોષ ભગત નામનો શખ્સ નકલી પાસપોર્ટ સાથે ઇમિગ્રેશન વિભાગના હાથે ઝડપાઇ ગયો હતો.
આ સખ્સને એરપોર્ટ પોલીસના હવાલે કરતા પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, બે વર્ષ પહેલા ડુપ્લીકેટ પાસપોર્ટ આરોપીએ બનાવ્યો હતો. દિલ્હીના કોઇ એજન્ટ પાસે બનાવ્યો હતો. આ પાસપોર્ટ એરપોર્ટ પર સંતોષ ભગત ટિકીટ બતાવી ઓમાન જતો હતો. ત્યારે ઇમિગ્રેશન ટેબલ પર ચેકિંગ કરાવતા તેનો પાસપોર્ટ નકલી હોવાની જાણ થઇ હતી.
અમદાવાદ: 4 ઈંચ વરાસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ
ઇમિગ્રેશન અધિકારીઓએ તેની પૂછપરછ કરતા તે પોતે બિહારનો છે અને તેનું નામ સંતોષ યાદવ જણાવ્યું હતું. પાસપોર્ટ બાબતે પૂછતા તેણે કબૂલાત કરી કે તે પાસપોર્ટ તેણે રૂપિયા આપીને દિલ્હીના કોઇ એજન્ટ પાસે બનાવડાવ્યો હતો. આટલું જ નહિ તેની સાથે પંદરેક લોકોએ આવા ડમી પાસપોર્ટ બનાવડાવ્યા હતા.
રાજ્ય સરકારે વાહનચાલકોને આપી રાહત, દંડની રકમમાં કરાયો ઘટાડો
ઇમિગ્રેશન અધિકારીઓએ આરોપીને એરપોર્ટ પોલીસના હવાલે કરતા આરોપી સામે ગુુનો નોંધી તેની અટકાયત કરી હતી સાથે પોલીસ અને એરપોર્ટ વિભાગે એ તપાસ શરુ કરી છે આવા અન્ય વ્યક્તિ કોણ કોણ છે જેણે નકલી પાસપોર્ટ બનવ્યા છે.
LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે