Heatstroke: હીટ સ્ટ્રોકના જોખમને ટાળે છે આ 5 આયુર્વેદિક જડીબુટ્ટી, જાણો કઈ છે આ વસ્તુઓ અને કેવી રીતે કરવો ઉપયોગ

Heatstroke: હીટ સ્ટ્રોકથી બચવું હોય તો કેટલીક આયુર્વેદિક જડીબુટીઓની મદદ લઈ શકાય છે. આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જે શરીરની ગરમીને સંતુલિત કરવામાં મદદ કરે છે અને હીટ સ્ટ્રોકથી બચાવે છે. 

Heatstroke: હીટ સ્ટ્રોકના જોખમને ટાળે છે આ 5 આયુર્વેદિક જડીબુટ્ટી, જાણો કઈ છે આ વસ્તુઓ અને કેવી રીતે કરવો ઉપયોગ

Heatstroke: કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. આ સમય દરમિયાન શરીરનું ખાસ ધ્યાન રાખવું પડે છે નહીં તો આ ગરમી શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ખાસ તો હીટ વેવ દરમિયાન જો બેદરકારી રાખવામાં આવે તો હીટ સ્ટ્રોક પણ આવી શકે છે. હિટ સ્ટ્રોકની સ્થિતિ ગંભીર પણ બની શકે છે. 

હીટ વેવ દરમિયાન માથાનો દુખાવો, તાવ, ઉલટી, ચક્કર આવવા જેવી સમસ્યા પણ થતી હોય છે. તેથી હીટ વેવ દરમિયાન સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. ખાસ તો હીટ સ્ટ્રોકથી બચવું હોય તો કેટલીક આયુર્વેદિક જડીબુટીઓની મદદ લઈ શકાય છે. આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જે શરીરની ગરમીને સંતુલિત કરવામાં મદદ કરે છે અને હીટ સ્ટ્રોકથી બચાવે છે. 

લીલા ધાણા 

રસોઈમાં લીલા ધાણાનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. રસોઈનો સ્વાદ વધારતી કોથમીર હીટ વેવમાં શરીરનું રક્ષણ પણ કરી શકે છે.. કોથમીરની તાસીક ઠંડી હોય છે તેનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે. ખાસ તો હીટ વેવ દરમિયાન લીલા ધાણાનું સેવન કરવાથી સ્ટ્રોકનું જોખમ ઘટે છે. 

ફુદીનો 

ફુદીનો શરીર માટે ફાયદાકારક છે. તેમાં એન્ટી માઇક્રોબિયલ અને એન્ટી ઇનફ્લેમેટ્રિક ગુણ હોય છે જે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવે છે સાથે જ ગરમીના કારણે થતી તકલીફથી પણ મુક્તિ અપાવે છે. ઉનાળાના દિવસોમાં ફુદીનો પાચન સંબંધિત સમસ્યાને દૂર કરે છે અને શરીરને ઠંડક આપે છે. 

ગુલાબ 

ગુલાબ પણ પેટમાં થતી બળતરાને ઘટાડવામાં મદદ કરે છે. હિટ વેવ દરમિયાન ગુલાબના પાનનું સેવન કરવાથી શરીરનું વધતું તાપમાન કંટ્રોલમાં રહે છે. તમે ઇચ્છો તો ગુલાબના પાનની ચા અથવા તો ગુલકંદનું સેવન પણ કરી શકો છો. 

લેમનગ્રાસ 

ઉનાળામાં જો ગરમીના પ્રકોપથી બચવું હોય તો લેમનગ્રાસનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ તો તેની ચા પીવાથી અથવા તો સુપમાં તેનો ઉપયોગ કરીને પીવાથી ફાયદો થાય છે. 

જાસુદ 

જાસુદના ફૂલમાં કુલીંગ પ્રોપર્ટી હોય છે. તે શરીરને ગરમીના પ્રકોપથી બચાવવામાં મદદ કરે છે. ઉનાળાના દિવસોમાં હીટ સ્ટ્રોકથી બચવું હોય તો તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news