Health Tips: પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યાથી પરેશાન છો? ડાયટમાં કરો આટલો ફેરફાર
તમે જોયું હશે કે ઘણાં લોકોને પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા થઈ જતી હોય છે. સાથો-સાથ આવા લોકોના મોંઢામાંથી હંમેશા એક અજીબ પ્રકારની દુર્ગંધ આવતી હોય છે. ત્યારે આવી સમસ્યા માટે અહીં દર્શાવાયો છે સરળ ઈલાજ.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ આપણે બધા જાણીએ છીએ કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા સાથે વિટામિન સી હૃદય રોગની સંભાવનાને ઘટાડે છે, હાઈ બ્લડ પ્રેશરનું સંચાલન કરવામાં મદદ કરે છે, શરીરમાં આયર્નની ઉણપને રોકવામાં મદદ કરે છે અને લોહીમાં યુરિક એસિડનું સ્તર ઘટાડે છે. પરંતુ શું તમે જાણો છો કે વિટામિન સી ઘણી બધી લાક્ષણિકતાઓ વાળા તમારા મૌખિક સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે? વિટામિન સીથી ભરપૂર આહાર પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યાને રોકી શકે છે.
Sex Racket માં પકડાતા આ હીરોઈનોનું કરિઅર થઈ ગયું બર્બાદ, એક સમયે બોલીવુડમાં ચાલતો હતો તેમના નામનો સિક્કો
વિટામીન સી ની કમીથી આવે છે પેઢામાં લોહી:
જ્યારે પણ કોઈ વ્યક્તિને દાંત અથવા પેઢામાંથી લોહી આવે છે ત્યારે કહીં શકાય છે કે તે વ્યક્તિ સરખી રીતે બ્રશ નથી કરતો અથવા વધારે વખત બ્રશ કરે છે. પરંતુ એ જાણવું મહત્વપૂર્ણ છે કે પેઢામાંથી લોહી કામે આવે છે. શું શરીરમાં વિટામીન સી નું કમી તેનુ સંભવિત કારણ છે?
જિંજિવાઈટિસનો સંકેત છે પેઢામાંથી લોહી નીકળવું:
જો તમારા પેઢામાંથી લોહી નીકળતું હોય તો તમારે દિવસમાં બે વાર બ્રશ કરવું જોઈએ, કારણ કે તે જીંજીવાઇટિસનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. જો કે શરીરમાં વિટામિન સી નો અભાવ હોય ત્યારે પણ ઘણી વખત પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા થાય છે.
વિટામિન સી વાળી વસ્તુઓનું કરો સેવન:
વિટામિન સી નું સેવન વધારીને સમસ્યા દૂર કરી શકાય છે.એક સ્ટડી અનુસાર, પેઢામાંથી લોહી નિકળવું અથવા આંખમાંથી લોહી નિકળવું, તેને રેટિનલ હૈમરેજિંગ કહેવાય છે...વિટામીન સી ની કમી પૂરી કરવાથી અનેક રોગમાંથી મુક્તિ મળે છે.
વિટામીન સી થી ભરપૂર ચીજોનું સેવન કરો:
18 થી 65 વર્ષની વયની લોકોએ દરરોજ 40 મિલિગ્રામ વિટામિન સી સેવન કરવું જરૂરી છે.વિટામિન સી શરીરમાં સંગ્રહિત કરી શકાતું નથી, તેથી તમારે દરરોજ તેની જરૂર પડે છેનારંગી, મૌસમ્બી, લીંબુ, આમળા, કીવી જેવા ખાટાં ફળપપૈયા, બ્લેકકોરન્ટ, કેપ્સિકમ,સ્ટ્રોબેરી, બ્લેકબેરી, બ્લુબેરી, રાસબરી,બ્રોક્લી ખાવાથી ફાયદો થાય છે.
OMG! પોર્નસ્ટાર રહી ચૂકેલી Mia Khalifa એ સોશલ મીડિયા પર લગાવી આગ, એવા ફોટો શેયર કર્યા કે શું કહેવું...
(નોંધઃ- અહીં જણાવવામાં આવેલી બાબાતો જનરલ માહિતીના આધારે લખવામાં આવી છે, કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાત તબીબની સલાહ લેવી આવશ્યક છે.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે