Cardiac Arrest Symptoms: કાર્ડિયાક અરેસ્ટના 24 કલાક પહેલા શરીરમાં જોવા મળે છે આવા લક્ષણ
Cardiac Arrest Symptoms: કાર્ડિયાક અરેસ્ટના લક્ષણ પુરુષો અને સ્ત્રીઓમાં અલગ અલગ જોવા મળે છે. કાર્ડિયાક અરેસ્ટ હૃદયની સૌથી ખતરનાક સ્થિતિ છે. કાર્ડિયાક અરેસ્ટમાં મોટાભાગના લોકોને સારવાર મળે તે પહેલા જ તેઓ જીવ ગુમાવે છે.
Trending Photos
Cardiac Arrest Symptoms: બોલીવુડ ફિલ્મો અને ટીવી શોમાં કામ કરી ચૂકેલા અભિનેતા ઋતુરાજ સિંહનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત થયું છે. કાર્ડિયાક અરેસ્ટ એવી સ્થિતિ છે જેમાં હૃદય અચાનક જ કામ કરવાનું બંધ કરી દે છે. જો આવા સમયે તુરંત જ વ્યક્તિને સારવાર ન મળે તો તેનું મોત થઈ જાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર કાર્ડિયાક અરેસ્ટ સાઇલેન્ટ કિલર છે. જોકે કેટલાક લોકોને 24 કલાક પહેલા કેટલાક લક્ષણો શરીરમાં જોવા મળે છે.
કાર્ડિયાક અરેસ્ટના લક્ષણ પુરુષો અને સ્ત્રીઓમાં અલગ અલગ જોવા મળે છે. કાર્ડિયાક અરેસ્ટ હૃદયની સૌથી ખતરનાક સ્થિતિ છે. કાર્ડિયાક અરેસ્ટમાં મોટાભાગના લોકોને સારવાર મળે તે પહેલા જ તેઓ જીવ ગુમાવે છે. કાર્ડિયાક અરેસ્ટ એક દિવસ પહેલા શરીરમાં કેટલાક સંકેતો પણ જોવા મળે છે. તો ચાલો તમને પણ જણાવીએ કાર્ડિયાક અરેસ્ટ પહેલા શરીરમાં દેખાતા લક્ષણો અને તેના રીસ્ક ફેક્ટર વિશે.
કાર્ડિયાક અરેસ્ટ પહેલા શરીરમાં દેખાતા લક્ષણો
એક સ્ટડી અનુસાર કાર્ડિયાક અરેસ્ટ પહેલા શરીરમાં કેટલાક ફેરફારનો અનુભવ થાય છે. જેમાં મોટાભાગે મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે જ્યારે પુરુષોને છાતીમાં દુખાવાનો અનુભવ થાય છે. આ સિવાય પણ કાર્ડિયાક અરેસ્ટના અન્ય લક્ષણ છે જેનો અનુભવ કાર્ડિયાક અરેસ્ટના 24 કલાક પહેલા થઈ શકે છે.
કાર્ડિયાક અરેસ્ટના અન્ય લક્ષણ
અચાનક બેભાન થઈ જવું
શ્વાસ અટકી જવો
શરીર નિષ્ક્રિય થઈ જવું
ત્વચાનો રંગ ગ્રે કે બ્લુ થવા લાગવો
શરીરની ગતિવિધિ પર નિયંત્રણ ન રહેવું.
કાર્ડિયાક અરેસ્ટના રીસ્ક ફેક્ટર
કાર્ડિયાક અરેસ્ટનું જોખમ આ રિસ્ક ફેક્ટરના કારણે વધે છે.
વધારે વજન
ડાયાબિટીસ
હાઈ બ્લડ પ્રેશર
હાઈ કોલેસ્ટ્રોલ
બેઠાડું જીવન શૈલી
હૃદય રોગની પારિવારિક હિસ્ટ્રી
વ્યસન
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે