Fake Cooking Oil: ઘરમાં રસોઈમાં તમે જે તેલ વાપરો છો તે અસલી છે કે નકલી ? FSSAI એ જણાવેલી રીતે ચેક કરી લો આજે જ

Fake Cooking Oil: તમને ખબર પણ નહીં પડે કે તમે જે તેલની અસલી સમજીને વાપરો છો તે ખરેખર નકલી છે. જે રીતે માર્કેટમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થાય છે તેવામાં એવી સંભાવના ઓછી થઈ જાય છે કે તમે શુદ્ધ વસ્તુ ખાતા હોય. જોકે તેલ નકલી હોય તો તેના ઉપયોગથી સ્વાસ્થ્ય અને ગંભીર નુકસાન થઈ શકે છે. 

Fake Cooking Oil: ઘરમાં રસોઈમાં તમે જે તેલ વાપરો છો તે અસલી છે કે નકલી ? FSSAI એ જણાવેલી રીતે ચેક કરી લો આજે જ

Fake Cooking Oil: તેલ એવી વસ્તુ છે જેના વિના રસોઈ કરવી શક્ય નથી. ભલે ઓછી માત્રામાં વપરાય પરંતુ તેલનો ઉપયોગ કરવો જ પડે છે. ભોજન બનાવવા માટે અલગ અલગ પ્રકારના તેલનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. કપાસિયાનું તેલ, મગફળીનું તેલ, સરસવનું તેલ, ઓલિવ ઓઇલ વગેરે તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે માર્કેટમાં નકલી તેલ મોટા પ્રમાણમાં વેચાતું હોય છે ? તમને ખબર પણ નહીં પડે કે તમે જે તેલની અસલી સમજીને વાપરો છો તે ખરેખર નકલી છે. જે રીતે માર્કેટમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થાય છે તેવામાં એવી સંભાવના ઓછી થઈ જાય છે કે તમે શુદ્ધ વસ્તુ ખાતા હોય. જોકે તેલ નકલી હોય તો તેના ઉપયોગથી સ્વાસ્થ્ય અને ગંભીર નુકસાન થઈ શકે છે. 

ખાદ્ય તેલમાં મોટાભાગે ટ્રાય ઓર્થો ક્રેસીલ ફોસ્ફેટની મિલાવટ કરવામાં આવે છે. આ એક ફોસ્ફરસ યુક્ત કાર્બનિક યોગીક કે કીટનાશક હોય છે. આ તેલ ખાવાથી હાર્ટ અટેક પણ આવી શકે છે. તે અસલી છે કે નકલી તે ચેક કરવું હોય તો તેની રીત પણ FSSAI એ જણાવી છે. 

અસલી છે કે નકલી આ રીતે ચેક કરો 

એક ગ્લાસમાં બે એમએલ તેલ લેવું. તેમાં એક ચમચી પીળું માખણ ઉમેરો. જો તેલનો રંગ ન બદલે તો તે શુદ્ધ છે અને ખાવા માટે સુરક્ષિત છે. પરંતુ તેલનો રંગ જો લાલ થઈ જાય તો તેલ અશુદ્ધ છે અને તેને ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by FSSAI (@fssai_safefood)

આ રીતે પણ ચેક કરી શકાય તેલની ક્વોલિટી 

- એક સાફ કન્ટેનરમાં થોડું તેલ લઈ તેને ફ્રિજમાં રાખી દો. જો તેલ શુદ્ધ હશે તો તે જામી જશે. અને જો તેલ મિલાવટી હશે તો તે તરલ જ રહેશે. ઓલિવ ઓઈલ તો 30 મિનિટની અંદર જ જમવા લાગે છે. 

- એક સફેદ કાગળ પર થોડું તેલ નાખો. ત્યાર પછી તેને સુકાવા દો. જો તેલ શુદ્ધ હશે તો કાગળ કોઈ પણ પ્રકારની ચિકાસ વિના સમાન રીતે પારદર્શક થઈ જશે. 

- તેલને સૂંઘીને પણ તમે તેમાં ભેળસેળ થઈ શકે નહીં તે ચેક કરી શકો છો. શુદ્ધ તેલમાં નેચરલ સ્મેલ આવે છે જ્યારે મીલાવટી તેલમાંથી સ્મેલ આવતી નથી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news