Diabetes Symptoms: ડાયાબિટીસની શરુઆતમાં મોઢામાં થાય છે આ 5 તકલીફો, 1 પણ હોય તો પહોંચી જવું ડોક્ટર પાસે
Diabetes Symptoms: ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે. આ બીમારી લાઈફસ્ટાઈલ સંબંધિત છે. જેની શરુઆતમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોને સમયસર સમજી લેવામાં આવે તો ડાયાબિટીસ કંટ્રોલ કરવો સરળ રહે છે.
Trending Photos
Diabetes Symptoms: ડાયાબિટીસની બીમારી એવી સ્થિતિ છે જેમાં શરીરમાં રક્તમાં સુગરનું સ્તર વધી જાય છે. ડાયાબિટીસ લાઈફ સ્ટાઈલ સંબંધિત બીમારી છે જે તમારા ખરાબ ખાનપાન અને ખરાબ દિનચર્યાના કારણે થાય છે. ડાયાબિટીસની શરૂઆતમાં જ શરીર કેટલાક સંકેત આપે છે. આ સંકેત શરીરના અલગ અલગ અંગોમાં દેખાય છે. જેમાંથી એક મોઢું પણ છે.
ખૂબ ઓછા લોકો એવા જાણે છે કે ડાયાબિટીસની શરૂઆતમાં મોઢાની અંદર કેટલાક લક્ષણ દેખાય છે. આ લક્ષણોને સામાન્ય રીતે ઇગ્નોર કરવામાં આવે છે જેના કારણે બ્લડ સુગર લેવલ વધેલું રહેવા લાગે છે. આજે તમને જણાવીએ મોઢામાં દેખાતા ડાયાબિટીસના લક્ષણો વિશે જણાવીએ. આ લક્ષણોને ક્યારેય ઇગ્નોર કરવા નહીં જો ઇગ્નોર કરવામાં આવે તો સ્થિતિ વધારે ગંભીર થઈ શકે છે.
મોઢામાં દેખાતા ડાયાબિટીસના લક્ષણ
પેઢામાં સોજો અને લોહી નીકળવું
ડાયાબિટીસમાં શરીરમાં ઇન્ફ્લામેશન વધી જાય છે. જેના કારણે પેઢામાં સોજો આવી શકે છે અને ઘણી વખત લોહી પણ નીકળે છે. ડાયાબિટીસનું આ પ્રમુખ સંકેત છે જે ત્યારે જોવા મળે છે જ્યારે બ્લડ સુગર લેવલ કંટ્રોલથી બહાર હોય.
મોઢામાં ડ્રાયનેસ
શરીરમાં જ્યારે બ્લડ સુગર લેવલ વધી જાય છે તો પાણી ઘટી જાય છે. તેના કારણે મોઢું સતત અંદરથી ડ્રાઈ હોય તેવો અનુભવ થાય છે. ડ્રાઈ માઉથ ડાયાબિટીસ હોવાનું લક્ષણ છે. આ સ્થિતિમાં મોઢું હંમેશા સુકાયેલું લાગે છે.
દાંત અને પેઢામાં ઇન્ફેક્શન
ડાયાબિટીસના કારણે શરીરની ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. તેથી શરીરના સંક્રમણ સામે શરીરને લડતા વધારે સમય લાગે છે. ડાયાબિટીસ હોય તો દાંત અને પેઢામાં ઇન્ફેક્શન, ફંગસ અને બેક્ટેરિયા વધવા લાગે છે.
શ્વાસમાં દુર્ગંધ
જો ઓરલ હાઈજિનનું ધ્યાન રાખ્યા પછી પણ મોઢામાંથી વાસ આવતી હોય અથવા તો ખાટા ફળ ખાધા હોય તેવી સ્મેલ આવતી હોય તો તેને ડાયાબિટીસ બ્રીથ કહેવાય છે. જ્યારે શરીરમાં બ્લડ સુગર લેવલ હાઈ રહેતું હોય તો આ સ્થિતિ સર્જાય છે. આવું એટલા માટે થાય છે કે શરીરમાં કીટોન ઉત્પાદન વધી ગયું હોય છે.
મોઢાની અંદર ઈજા
ડાયાબિટીસ હોય તો શરીરની મોટાભાગની ગતિવિધિ ધીમી થઈ જાય છે. તેના કારણે મોઢાની અંદર વારંવાર ઘા થાય છે. ઘણી વખત આ ઘાને રુજાતા વધારે સમય લાગે છે. આ બંને લક્ષણ ડાયાબિટીસ હોવાનો ઈશારો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે