ડાયાબિટીસના દર્દીઓએ આ ખાસ લોટની ખાવી જોઈએ રોટલી, હાઈ બ્લડ સુગર સહિત અનેક સમસ્યા થશે દુર

Oats Flour Roti Benefits: ઓટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે અને સાથે જ ઘણા બધા પોષક તત્વો હોય છે. અન્ય અનાજની સરખામણીમાં ઓટ્સને વધારે સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. 
 

ડાયાબિટીસના દર્દીઓએ આ ખાસ લોટની ખાવી જોઈએ રોટલી, હાઈ બ્લડ સુગર સહિત અનેક સમસ્યા થશે દુર

Oats Flour Roti Benefits: દરેક ઘરમાં રોજ ઘઉંના લોટની રોટલી બનતી હોય છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓને ઘઉંનું સેવન ઓછું કરવું જોઈએ. તેવામાં રોટલી બનાવવા માટે તમારી પાસે એક હેલ્ધી ઓપ્શન ઉપલબ્ધ છે. આ ઓપ્શન છે ઓટ્સ. ઓટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે અને સાથે જ ઘણા બધા પોષક તત્વો હોય છે. અન્ય અનાજની સરખામણીમાં ઓટ્સને વધારે સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. ડાયાબિટીસ હોય તેવા લોકોએ પણ ઓટ્સના લોટની રોટલી ખાવી જોઈએ. ઓટ્સ નો લોટ બનાવીને તેમાંથી રોટલી બનાવીને ખાશો તો વધારે બ્લડ સુગર લેવલ સહિતની ઘણી સમસ્યા દૂર થઈ જશે. ડાયાબિટીસના દર્દી માટે ઓટ્સ એટલા માટે હેલ્ધી છે કે તેમાં ગ્લુટન હોતું નથી. 

આ પણ વાંચો:

ઓટ્સના લોટથી થતા ફાયદા

1. ઓટ્સના લોટમાં ફાઇબર અને વિટામીન બીનું પ્રમાણ વધારે હોય છે જે સ્વાસ્થ્ય અને લાભ કરે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દી હોય તેમના માટે ઓટ્સના લોટની રોટલી રામબાણ ઈલાજ છે તેનાથી બ્લડ શુગર લેવલ મેન્ટેન રહે છે.

2. ડાયાબિટીસ સાથે હાર્ટના દર્દીઓ માટે પણ ઓટ્સ ખૂબ જ ફાયદાકારક છે. ઓટ્સના લોટની રોટલી ખાવાથી હાર્ટ ડીસીઝ થવાનું જોખમ પણ ઘટે છે. 

3. ઓટ્સના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી પાચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે. જે લોકો ડાયજેશન સંબંધિત સમસ્યાથી પરેશાન છે તેમણે આ લોટની રોટલી ખાવી જોઈએ તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news