Garlic: ખાલી પેટ કાચું લસણ ખાવાથી વધે છે આ સમસ્યાઓ, ભુલથી પણ આ સ્થિતિમાં લસણ ખાવું નહીં
Garlic Side Effects: ઘણા લોકો સવારે ખાલી પેટ કાચું લસણ ખાય છે. પરંતુ જો તમને આ 5 તકલીફો રહેતી હોય તો કાચું લસણ ખાવાનું ટાળજો. કારણ કે આ 5 સમસ્યાઓ એવી છે જેના દર્દી લસણ ખાય તો આ સમસ્યા વધી જાય છે.
Trending Photos
Garlic Side Effects: લસણનું નામ આવતા જ તેને હેલ્થી ડાયટ સાથે જોડવામાં આવે છે એ વાતમાં કોઈ શંકા નથી કે લસણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લસણથી થતા ફાયદા વિશે જાણીને ઘણા લોકો સવારે ખાલી પેટ લસણ ખાતા હોય છે. પરંતુ જે લોકોને 5 સ્વાસ્થ્ય સમસ્યા હોય તેમણે આ ભૂલ કરવી જોઈએ નહીં. મોટાભાગના લોકો આ વાતથી અજાણ હોય છે. જો આ 5 સ્વાસ્થ્ય સમસ્યામાં કાચું લસણ ખાવામાં આવે તો આ તકલીફો વધી જાય છે. તેથી જો તમને પણ આ 5 માંથી કોઈ એક પણ સમસ્યા હોય તો લસણ ખાવાની ભૂલ કરતા નહીં, નહીં તો તમારે હોસ્પિટલના ધક્કા ખાવા પડશે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર કાચું લસણ ખાવાથી ઘણી બધી ગંભીર સમસ્યામાં પણ ફાયદો થાય છે. પરંતુ તેની સામે કાચું લસણ કેટલીક બીમારીઓને વધારી પણ દે છે. તેથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા લોકોએ ખાલી પેટ કાચું લસણ ખાવું નહીં. આ લોકો માટે કાચું લસણ ફાયદાકારક નહીં પરંતુ નુકસાનકારક સાબિત થાય છે. તો ચાલો તમને જણાવીએ કઈ બીમારીઓમાં કાચું લસણ ખાવાનું ટાળવું જોઈએ.
આ 5 સમસ્યામાં ન ખાવું કાચું લસણ
ડાયેરિયા
જો કોઈપણ કારણસર તમને ડાયેરિયાની તકલીફ થઈ ગઈ હોય તો કાચું લસણ ખાવું નહીં. ખાતા હોય તો પણ બંધ કરી દેવું. ડાયેરિયા દરમિયાન કાચું લસણ ખાવાથી જાડાની તકલીફ વધી જાય છે. લસણમાં સલ્ફર જેવા યૌગિક હોય છે. જેના કારણે પેટમાં વધારે ગેસ બનવા લાગે છે. અને ડાયેરિયાની તકલીફ પણ વધી શકે છે.
લીવરની સમસ્યા
લીવર આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. આ અંગની મદદ થી જ બ્લડમાંથી ઝેરી પદાર્થો ઓછા થાય છે. કેટલાક અધ્યયન અનુસાર લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે જે વધી જાય તો લીવરમાં તકલીફ પડે છે. તેથી જે લોકોને પહેલાથી જ લિવર સંબંધિત સમસ્યા હોય તેમણે કાચું લસણ ખાવાનું ટાળવું.
રક્ત સંબંધિત સમસ્યા
લસણ પ્રાકૃતિક રીતે રક્ત અને પાતળું કરતા ગુણ ધરાવે છે. તેથી જે લોકો પહેલાથી જ રક્ત પાતળું કરવાની દવાઓ લે છે તેમણે લસણ ખાવાનું ટાળવું જોઈએ. એસપિરિન સહિતની દવાઓ ખાતા લોકો લસણ ખાય તો તેમની બ્લીડિંગની સ્થિતિ બગડી શકે છે.
પ્રેગ્નન્સી દરમિયાન
ગર્ભવતી મહિલાઓ કે સ્તનપાન કરાવતી માતાઓએ પણ લસણ ખાવાનું ટાળવું જોઈએ. ગર્ભવતી મહિલાઓને લસણ ખાવાથી પ્રસવ પીડા થઈ શકે છે. આ સિવાય બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓએ પણ લસણ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી દૂધનો સ્વાદ બદલી જાય છે.
ગેસ-એસીડીટી
ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ આમ તો સામાન્ય લાગે છે પરંતુ આ તકલીફોમાં જો તમે કાચું લસણ ખાલી પેટ ખાવ છો તો આ તકલીફો ભયંકર રીતે વધી શકે છે. ગેસ અને એસિડિટી દરમિયાન કાચું લસણ ખાવાથી ઉલટી, ઉબકા જેવી ફરિયાદો વધી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે