Uric Acid: પગેથી લાચાર થઈ જાઓ તે પહેલા આ 4 ઉપાય કરી કંટ્રોલ કરો વધેલું યુરિક એસિડ

Uric Acid: જો સમય રહેતા યુરિક એસિડને કંટ્રોલ કરવામાં ન આવે તો સ્થિતિ એટલી ખરાબ થઈ શકે છે કે ચાલવું પણ મુશ્કેલ થઈ જાય. હલનચલનમાં પણ તકલીફ થવા લાગે એટલી હદે યુરિક એસિડ વધી જાય તે પહેલા પોતાની ડેઇલી ડાયટ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા ખૂબ જ જરૂરી હોય છે. આ સિવાય કેટલાક ઘરેલુ ઉપાય કરીને પણ તમે યુરિક એસિડને કંટ્રોલ કરી શકો છો.
 

Uric Acid: પગેથી લાચાર થઈ જાઓ તે પહેલા આ 4 ઉપાય કરી કંટ્રોલ કરો વધેલું યુરિક એસિડ

Uric Acid: યુરિક એસિડની સમસ્યા ઝડપથી વધતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે. આપણી આસપાસ અનેક એવા લોકો હશે જેમને આ તકલીફ હોય. શરીરમાં જ્યારે યુરિક એસિડ વધી જાય તો તેના કારણે પગમાં સોજા સાંધામાં દુખાવો રહે છે. જો સમય રહેતા યુરિક એસિડને કંટ્રોલ કરવામાં ન આવે તો સ્થિતિ એટલી ખરાબ થઈ શકે છે કે ચાલવું પણ મુશ્કેલ થઈ જાય. હલનચલનમાં પણ તકલીફ થવા લાગે એટલી હદે યુરિક એસિડ વધી જાય તે પહેલા પોતાની ડેઇલી ડાયટ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા ખૂબ જ જરૂરી હોય છે. આ સિવાય કેટલાક ઘરેલુ ઉપાય કરીને પણ તમે યુરિક એસિડને કંટ્રોલ કરી શકો છો. આજે તમને સૌથી વધારે અસરકારક 4 ઉપાય વિશે જણાવીએ જે યુરિક એસિડમાં લાભકારક સાબિત થાય છે. 

પુરતી માત્રામાં પાણી પીવું 

ઓવરઓલ હેલ્થ માટે પણ પાણી પીવું જરૂરી છે. તેમાં પણ જો શરીરમાં યુરિક એસિડ વધારે રહેતું હોય તો વોટર ઇન્ટેક વધારવી જોઈએ. તેનાથી આપણી કિડનીને બોડીમાંથી ટોક્સિન બહાર કરવામાં મદદ મળે છે. યુરિક એસિડની તકલીફ હોય તો દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. 

અજમાનું પાણી 

અજમા એવો મસાલો છે જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્યને પણ ફાયદા કરે છે. અજમાનો ઉપયોગ અલગ અલગ સમસ્યાઓમાં કરવામાં આવે છે. તેવી જ રીતે યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે પણ અજમા ઉપયોગી છે. નિયમિત રીતે અજમાનું પાણી પીવાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે. 

ઓલિવ ઓઇલ 

ઓલિવ ઓઈલના ફાયદા વિશે તો તમે પણ જાણતા હશો. હાર્ટ માટે પણ આ તેલ ખૂબ જ સારું છે. જો યુરિક એસિડ વધેલું રહેતું હોય તો ભોજનમાં ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી યુરિક એસિડ નેચરલી ઓછું થાય છે. 

પૂરતી ઊંઘ 

સારા સ્વાસ્થ્ય માટે વ્યક્તિ સાતથી આઠ કલાકની ઊંઘ કરે તે પણ જરૂરી છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે જો પૂરતી ઊંઘ ન થતી હોય તો પણ યુરિક એસિડ વધી જાય છે. આ સિવાય ઊંઘ ન થવાથી અન્ય સમસ્યાઓ પણ થાય છે તેથી નિયમિત સાતથી આઠ કલાકની ઊંઘ કરવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news