કબજીયાતથી છો પરેશાન તો રોટલી બનાવતા પહેલા લોટમાં મિક્સ કરો આ વસ્તુ, સવારે પેટ થઈ જશે સાફ

Roti For Constipation: જો તમે પણ કબજીયાતની સમસ્યાથી પરેશાન છો તો રોટલી બનાવતા સમયે લોટમાં એક વસ્તુ મિક્સ કરવાની છે. આ સમસ્યાથી તમને હંમેશા માટે છુટકારો મળી જશે.

કબજીયાતથી છો પરેશાન તો રોટલી બનાવતા પહેલા લોટમાં મિક્સ કરો આ વસ્તુ, સવારે પેટ થઈ જશે સાફ

નવી દિલ્હીઃ Roti for Constipation: આજના સમયમાં કબજીયાત એક એવી સમસ્યા બની ગઈ છે, જેનાથી ઘણા લોકો પરેશાન છે. મોટા ભાગના લોકોમાં કબજીયાતની સમસ્યા જોવા મલે છે. લોકો તેને નજરઅંદાજ કરતા હોય છે. પરંતુ જો આ સમસ્યાની સારવાર યોગ્ય સમયે ન કરવામાં આવે તો તે જૂની થઈ જાય છે અને મોટી સમસ્યા થવાનું કારણ બને છે. કબજીયાતની સમસ્યા થવાના ઘણા કારણ હોય છે. જેમાં ખરાબ લાઇફસ્ટાઇલ, ખાનપાન, ઓછું પાણી પીવું અને ચિંતા પણ એક કારણ હોઈ શકે છે. 

કબજીયાતની સમસ્યા થવા પર મળ સખત થઈ જાય છે અને પેટ સારી રીતે સાફ થતું નથી. જેના કારણે પેટ હંમેશા ભરેલું લાગે છે. કબજીયાતને કારણે પેટ ફૂલી જવું, પેટમાં દુખાવો, ખાટા ઓડકાર અને ઉલ્ટી જેવી સમસ્યા થવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે ઘણા પ્રકારની દવાઓ બજારમાં મળે છે પરંતુ તેનું સેવન બંધ કર્યા બાદ આ સમસ્યા ફરી થવા લાગે છે. જો તમે પણ કબજીયાતથી પરેશાન છો તો ઘરેલું નુસ્ખાની મદદ લઈ શકો છો. આજે અમે તમને એવા દેશી નુસ્ખા વિશે જણાવી રહ્યાં છીએ, જે તમને આ સમસ્યા ખતમ કરવામાં મદદ કરી શકે છે.

કબજીયાતને દૂર કરવા માટે લોટમાં મિક્સ કરો આ વસ્તુ (Mix this Thing with Flour to get relief of Constipation)
કબજીયાતની સમસ્યા દૂર કરવા માટે તમે રોટલી બનાવતા પહેલા લોટમાં એક વસ્તુ મિક્સ કરી દો. લોટમાં ઓટ્સ મિક્સ કરી રોટલી બનાવી ખાવાથી કબજીયાતમાં રાહત મળી શકે છે. તે માટે તમે ઓટ્સને મિક્સરમાં પીસી પાઉડર બનાવી લો. પછી આ પાઉડરને ઘઉંના લોટમાં મિક્સ કરી દો. ઓટ્સમાં ફાઈબરની માત્રા વધુ હોય છે. તેથી આ લોટથી બનેલી રોટલીનું સેવન કરવાથી કબજીયાતમાં રાહત મળે છે.

કબજીયાત દૂર કરવામાં ઓટ્સ કઈ રીતે કરે છે મદદ (How Oats Flour Help to Get rid of Constipation)
ઓટ્સમાં ફાઈબર, વિટામિન-બી, આયરન, ઝિંક અને મેગ્નીશિયમ જેવા હોષક તત્વો હોય છે, જે પાચન મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે સ્ટૂલને મુલાયમ કરવામાં મદદ કરે છે, જેનાથી પેટ સરળતાથી સાફ થઈ જાય છે. ઓટ્સમાં ભરપૂર માત્રામાં બીટા ગ્લૂકોન હોય છે, જે આંતરડાને સાફ કરવાનું કામ કરે છે. તેનાથી  કબજીયાતની સમસ્યાથી છુટકારો મળે છે.

ડિસ્ક્લેમરઃ સલાહ સહિત આ સામગ્રી માત્ર સામાન્ય જાણકારી આપે છે. આ કોઈ રીતે યોગ્ય ચિકિત્સા દવા કે વિકલ્પ નથી. વધુ જાણકારી માટે હંમેશા ડોક્ટરની સલાહ લો)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news