Ghee With Milk: દૂધમાં એક ચમચી દેશી ઘી ઉમેરીને પીવાથી થતા ફાયદા જાણી તમે પણ રહી જશો દંગ
Ghee With Milk: જો તમે એક ગ્લાસ દૂધમાં એક ચમચી દેશી ઘી ઉમેરીને પીવો છો તો તેનાથી થતા સ્વાસ્થ્ય લાભ બમણા થઈ જાય છે. તો ચાલો આજે તમને દૂધમાં ઘી ઉમેરીને પીવાથી થતા ફાયદા વિશે જણાવીએ.
Trending Photos
Ghee With Milk: આયુર્વેદમાં કહેવાયું છે કે દેશી ઘી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દેશી ઘીથી થતા ફાયદાને ધ્યાનમાં રાખીને ઘીને લિક્વિડ ગોલ્ડ પણ કહેવાય છે. ઘીમાં ભોજન બનાવવાથી તેનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. ઘીના પૌષ્ટિક તત્વોની વાત કરીએ તો તેમાં વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે સહિતના પોષક તત્વો હોય છે. ઘી હેલ્ધી ફેટનો રીચ સોર્સ છે.
બીજી તરફ દૂધથી પણ ઘણા બધા ફાયદા થાય છે. દૂધમાંથી પણ શરીરને દરેક પ્રકારના પોષક તત્વો મળે છે તેથી જ તેને સંપૂર્ણ આહાર પણ કહેવાય છે. જો તમે એક ગ્લાસ દૂધમાં એક ચમચી દેશી ઘી ઉમેરીને પીવો છો તો તેનાથી થતા સ્વાસ્થ્ય લાભ બમણા થઈ જાય છે. તો ચાલો આજે તમને દૂધમાં ઘી ઉમેરીને પીવાથી થતા ફાયદા વિશે જણાવીએ.
- ઘી અને દૂધને સાથે લેવાથી શરીરની ફેટ પચાવવાની ક્ષમતા વધી જાય છે. સાથે જ જો શરીરમાં જરૂરી વિટામિનની ઉણપ હોય તો તે પણ દૂર થઈ જાય છે.
- દેશી ઘીમાં હેલ્થી ફેટ હોય છે જે શરીરને વિવિધ કાર્યો પૂરા કરવાની ઉર્જા પ્રદાન કરે છે. જેને શરીર પોતાની જરૂરિયાત અનુસાર ઉપયોગમાં લે છે.
- દેશી ઘી અને દૂધનું કોમ્બિનેશન કેલ્શિયમ અને વિટામિન ડી શરીરને પૂરું પાડે છે જેનાથી હાડકાનું સ્વાસ્થ્ય સુધરે છે. ઘીનું સેવન કરવાથી શરીરના સાંધામાં નેચરલ લુબ્રિકન્ટ ઉત્પન્ન થાય છે જે સાંધાના ઘસારાનું જોખમ ઘટાડે છે.
- ઘી પેટના એસિડને સ્ટીમ્યુલેટ કરીને ડાયજેસ્ટિવ સિસ્ટમનું સ્વાસ્થ્ય સુધારે છે. જેનાથી ખોરાકના પાચનમાં સહાયતા મળે છે. ઘી અને દૂધનું સેવન કરવાથી કબજિયાત ગેસ અપચો જેવી સમસ્યાઓ દૂર થાય છે.
- એક ગ્લાસ દૂધમાં એક ચમચી દેશી ઘી ઉમેરીને પીવાથી મેટાબોલિઝમ સુધરે છે. તેના કારણે વજન ઘટવાનું પણ ઝડપથી શરૂ થાય છે તેને રેગ્યુલર પીવામાં આવે તો પેટ અને કમરની ચરબી ઝડપથી ઓછી થઈ જાય છે.
- જો તમને રાત્રે ઊંઘ ઝડપથી આવતી ન હોય તો તમે રાત્રે સુતા પહેલા ગરમ દૂધમાં ઘી ઉમેરીને પીવાની શરૂઆત કરી દો. તેનાથી ગાઢ ઊંઘ આવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે