અમદાવાદમાં યુપી-બિહારવાળી! ગેંગવોરમાં એકનું મોત, મહિલાના વીડિયો મુદ્દે થયું રોડ પર ધીંગાણું

બે દિવસ પહેલા ચાંદખેડામાં મોટેરા સ્ટેડિયમ નજીક વણજારા સમાજ ના બે અલગ અલગ જૂથ વચ્ચે ધીંગાણું થયું જેમાં સરદારજી વણઝારા નામના યુવાન ની હત્યા કરવા માં આવી હતી.જેમાં 40 વર્ષીય સરદારજી વણઝારા નમણા વ્યક્તિની ધોળા દિવસે કરપીણ હત્યા કરી.

અમદાવાદમાં યુપી-બિહારવાળી! ગેંગવોરમાં એકનું મોત, મહિલાના વીડિયો મુદ્દે થયું રોડ પર ધીંગાણું

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના વણઝારા સમાજના બે જૂથ સામે સામે આવી જતા એકની હત્યા નિપજાવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 6 આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા વણઝારા સમાજની મહિલાનો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેની અદાવતમાં ચાંદખેડામાં જાહેર રોડ પર ધીંગાણું કર્યું હતું. 

બે દિવસ પહેલા ચાંદખેડામાં મોટેરા સ્ટેડિયમ નજીક વણજારા સમાજ ના બે અલગ અલગ જૂથ વચ્ચે ધીંગાણું થયું જેમાં સરદારજી વણઝારા નામના યુવાન ની હત્યા કરવા માં આવી હતી.જેમાં 40 વર્ષીય સરદારજી વણઝારા નમણા વ્યક્તિની ધોળા દિવસે કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ હત્યાના બનાવમાં હત્યા કરનાર 8 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં હંસાજી ઉર્ફે હસમુખ સ/ઓ આસાજી લક્ષ્મણજી વણજારા, વિષ્ણુ આસાજી લક્ષ્મણજી વણઝારા, મોતીજી કાનાજી લક્ષ્મણજી વણજારા, કમલેશ ઉર્ફે રાકેશ રાજુજી લક્ષ્મણજી વણજારા, રણજીતભાઈ ઉર્ફે ગોટલી નરસિંહભાઈ કાનાજી વણજારા, રમેશ ઉર્ફે કાળું ડાયાજી લક્ષ્મણજી વણજારા, પવન મેરાજી લક્ષ્મણજી વણજારા, અરવિંદ મેરાજી લક્ષ્મણજી વણજારાનો સમાવેશ થવા પામે છે. 

પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે એક વર્ષ અગાઉ સોશિયલ મીડીયા અને વોટ્સએપ ગ્રુપમાં વણજારા સમાજની મહિલાઓ સફાઈ કામ કરતી હોવાનો વિડિયો વાયરલ થયો હતો. જે મહિલાઓ કયા વિસ્તારની છે? તે બાબતના ચેટમાં ચાંદખેડા મોટેરા વણજારા વાસના સોમાજી નામના વ્યક્તિએ આ મહિલા મેમનગર વિસ્તારની હોવાની કોમેન્ટ કરી હતી. જે બાબતે મેમનગર વણજારા વાસના જુથ તથા ચાંદખેડા મોટેરા વણજારા વાસના જૂથ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે બાબતે ગઇ તા:-૧૩/૧૧/૨૦૨૪ ના રોજ મેમનગર તથા નિકોલના વણજારા વાસના લોકો ચાંદખેડા મોટેરા વાસ ખાતે સમાધાન માટે આવેલ તે વખતે ઝઘડો મારામારી થયેલ જેમાં સરદારજી વણઝારાની હત્યા નિપજાવી હતી અને અન્ય ત્રણ વ્યક્તિને ઇજાઓ થાય હતી.

બનાવના દિવસે આ વણઝારા કોમના બે પક્ષો વચ્ચે અંગત અદાવત બાબતે માથાકૂટ થઈ હતી. જ્યાં આ માથાકૂટ દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા ત્રણથી ચાર જેટલા શખ્સો લાકડીઓ અને તલવાર વડે હુમલો કરતા જેમાં સરદારજી વણઝારાના માથાના ભાગે લાકડીઓના ફટકા વાગતા ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળ પર જ મોત થયું હતું. 8 આરોપીઓની ધરપકડ કરી વધુ આરોપીઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news