શું ભેંસ કરતા વધુ પાવરફૂલ ગણાય છે ગાયનું ઘી? જાણો ડોક્ટરો પોતે ખાય છે કયું ઘી
દરેકના મનમાં આ સવાલ થતો હોય છેકે, ઘી ખવાય તો કયું ખવાય? ગાયનું ઘી સારું કે ભેંસનું ઘી સારું? હેલ્થ માટે કયા ઘી થી થશે ફાયદો...? જાણો તમારા તમામ સવાલોના જવાબો આ આર્ટિકલમાં...જાણો આ અંગે શું કહે છે નિષ્ણાતો...
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ પહેલાંના લોકો કહેતા હતા દેવું કરીને પણ ઘી પીવા મળે તો પી લેવાનું. કારણકે, ઘી પીધું હશે તો તમારું શરીર સારું ચાલશે. અત્યારે પરિસ્થિતિ ઉંઘી છે, સામાન્ય રીતે ડોક્ટરના ત્યાં જઈએ તો ડોક્ટર તરફ કહેશે કે ઘી બંધ કરી દો. જાણો ત્યારે ગાયનું ઘી સારું છે સ્વાસ્થ્ય માટે કે ભેંસનું ઘી...
'આખરે સૌથી વધુ ફાયદાકારક ઘી ગાયનું છે કે ભેંસનું'? તમારા આ સવાલનો જવાબ અમે લઈને આવ્યા છીએ. ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે વધુ સારું માનવામાં આવે છે. પણ સવાલ એ થાય છેકે, ગાયના ઘીનું સેવન કરવું કે ભેંસના ઘીનું કયું સારું છે સ્વાસ્થ્ય માટે...આ સવાલ તો મોટો છે, જેને જવાબ તમને અહીં મળી જશે.
વજન કંટ્રોલમાં રાખે છે:
નિષ્ણાતોના જણાવ્યા મુજબ 'ગાયના ઘીમાં સીએલએ (Conjugated linoleic acid) હોય છે. સીએલએ ઇન્સુલિનની માત્રાને ઓછી રાખે છે, જેનાથી વજન વધવા અને ડાયાબિટીઝ જેવી બીમારીઓ થવાનો ખતરો ઓછો રહે છે. સાથે જ, ગાયનું ઘી મેટાબોલિઝમને યોગ્ય રાખે છે, જેનાથી વજન કંટ્રોલમાં રહે છે. આ સિવાય તે હાઇડ્રોજનીકરણથી બનાવવામાં આવતું નથી, માટે તેને ખાવાથી બોડીમાં એકસ્ટ્રા ફેટ બનતું નથી'.
વર્ષો જૂની કબજિયાતનો રામબાણ ઈલાજઃ
જો તમને કબજિયાતની સમસ્યા છે અને અનેક ઉપાય કરવા છતાં તમને આરામ મળી રહ્યો નથી તો હવે તમારે પરેશાન થવાની જરૂરિયાત નથી. આ સમસ્યાને દૂર કરવા માટે સૂતા પહેલાં ગરમ દૂધમાં એક ચમચી ગાયનું ઘી મિક્સ કરીને પીવું જોઇએ.
કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે આ ઘી:
ઘી પર થયેલાં શોધ પ્રમાણે, તેનાથી બ્લડ અને આંતડરામાં મોજૂદ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આવું એટલાં માટે કેમ કે, ઘીથી bilarias lipidનો સ્ત્રાવ વધી જાય છે. ઘી બોડીમાં બેડ કોલેસ્ટ્રોલના લેવલને યોગ્ય રાખે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં હેલ્પ કરે છે. માટે જો તમે કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છો, તો તમારી ડાયટમાં ગાયનું ઘી જરૂર લેવું. પરંતુ ધ્યાન રાખવું કે જરૂરિયાત કરતાં વધારે ઘીનો ઉપયોગ કરવો નહીં.
માઇગ્રેનમાં મદદરૂપ:
માઇગ્રેન થવા પર માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે. આ દુખાવો એટલો ભયાનક હોય છે કે વ્યક્તિને કંઇ સમજાતું નથી. થોડી મહિલાઓને માઇગ્રેન દરમિયાન ઉબકા અને ઊલટી પણ થવા લાગે છે. જોકે, ગાયનું ઘી આ ભયાનક દુખાવાથી તમને છુટકારો અપાવી શકે છે. આ માટે દરરોજ સવાર-સાંજ ગાયના ઘીના બે ટીપા નાકમાં નાખવાં. આ ઉપચાર કરવાથી દિમાગ ફ્રેશ રહે છે અને એલર્જી પણ દૂર થાય છે.
ઈમ્યુનિટી બુસ્ટરઃ
ગાયના ઘીમાં વિટામિન કે2 મળી આવે છે. જે blood cellsમાં જમા કેલ્શિયમને દૂર કરવાનું કામ કરે છે. જેનાથી blood circulation યોગ્ય રહે છે. દેશી ઘી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવામાં હેલ્પ કરે છે, જેનાથી વ્યક્તિને infection અને બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે. ગાયનું ઘી બોડીમાં જમા ચરબીને ઓગાળીને વિટામિનમાં બદલવાનું કામ કરે છે.
સ્કીન કેર માટે બેસ્ટ છે ગાયનું ઘીઃ
ગાયના ઘીમાં ખૂબ જ વધારે માત્રામાં antioxidant મળી આવે છે, જે free-radicals સામે લડે છે અને ચહેરાની ચમકને જાળવી રાખે છે. સાથે જ, તે સ્કિનને કોમળ બનાવે છે. ત્વચાને nourish કરવાની સાથે-સાથે ડ્રાયનેસને પણ ઓછી કરે છે. માટે તમે ગાયના ઘીથી રોજ પોતાના ચહેરાની માલિશ કરી શકો છો.
ગાયના ઘીના છે અનેક ફાયદાઓ:
1.વજન ઘટાડવામાં મદદરૂપ
2. આંખો માટે ફાયદાકારક
3.પેટની ગરમી શાંત કરવામાં મદદરૂપ
4.રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ
5.માઈગ્રેન કે માથાના દુખાવા ની સમસ્યામાંથી રાહત
6. શરીરમાંથી ઝેર દૂર કરે છે
ભેંસના ઘી ના પણ છે અનેક ફાયદાઓ:
1.વજન વધારવામાં મદદરૂપ
2.તેના સેવનથી હાડકા અને સ્નાયુઓ મજબૂત બને છે.
3.માનસિક રોગો મટાડવા માટે ફાયદાકારક છે.
4.ભેંસનું દૂધ યાદશક્તિ વધારે છે.
5. તે વાત દોષને સંતુલિત કરે છે.
6. પાચન સંબંધી વિકૃતિ ઓ દૂર કરે છે.
ગાય અને ભેંસના ઘી માં શું અંતર હોય છે?
1. ભેંસના ઘી માં ગાયના ઘી કરતાં વધુ ચરબી હોય છે. તેથી, ભેંસનું ઘી વજન વધારવા માટે વધુ સારું છે, જ્યારે ગાયનું ઘી ચરબીનું પ્રમાણ ઓછું હોવાથી વજન ઘટાડવા માટે ઉપયોગી છે.
2. ગાયનું ઘી વિટામિન A થી ભરપૂર હોય છે, જેના કારણે તેનો રંગ પીળો હોય છે, જ્યારે ભેંસનું ઘી સફેદ રંગનું હોય છે.
3. આયુર્વેદિક દવાઓમાં ભેંસના ઘી ની તુલનામાં ગાયનું ઘી આંખોની રોશની માટે ફાયદાકારક માનવામાં આવે છે.
આના વિશે ન્યુટ્રિશનિસ્ટ શું કહે છે?
નિષ્ણાત ન્યુટ્રિશન જણાવે છેકે, સામાન્ય રીતે ગાયનું ઘી અને ભેંસનું ઘી બંને સારા હોય છે, પરંતુ ગાયના ઘીનું સેવન વધુ અને વધુ સારા સ્વાસ્થ્ય લાભ આપે છે. ગાયના ઘીમાં વિટામિન A, વિટામિન D અને K, કેલ્શિયમ, મિનરલ્સ, પોટેશિયમ અને ફોસ્ફરસ તેમજ એન્ટીઓક્સીડેન્ટ હોય છે, એટલું જ નહીં, ગાયના ઘીમાં ઓમેગા 9 ફેટી એસિડ પણ હોય છે. સામાન્ય રીતે ડોક્ટરો તો ઘી વધારે ખાતા નથી. કારણકે, ઘી ખાવામાં ભારે હોય છે. તબીબો કોઈપણ ભારે ખોરાક જે ખાવા અને પાચનમાં ભારે હોય તે બને ત્યાં સુધી ખાવાનું ટાળતા હોય છે. જોકે, તેમ છતાં મોટાભાગના ડોક્ટરો ગાયનું ઘી ખાવાની સલાહ આપતા હોય છે. કારણકે, તેના ઘીના સેવનના અનેક ફાયદા થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે