પિતા બનવાનું પ્લાનિંગ કરતાં પુરુષો આ 3 વસ્તુઓથી રહે દુર, ખાવાથી ઘટી જાય છે Sperm Count
Male Health: સામાન્ય રીતે ચર્ચા માતૃત્વની જ થતી હોય છે પરંતુ દરેક પુરૂષ પણ પિતા બનવાની તીવ્ર ઈચ્છા રાખે છે. પરંતુ ઘણી વખત લો સ્પર્મ કાઉન્ટના કારણે તેમની આ ઈચ્છા અધુરી રહી જાય છે. આ એક એવી સમસ્યા છે જેના વિશે પુરુષો વાત કરવાનું ટાળે છે. લો સ્પર્મ કાઉન્ટના કારણે પુરુષો શરમ અને સંકોચ અનુભવે છે. જો કે આ સમસ્યા માટે પુરુષોની જ કેટલીક ખરાબ આદતો જવાબદાર હોય છે.
Trending Photos
Male Health: લગ્ન પછી થોડા વર્ષોમાં પતિ-પત્ની પરીવાર વધારવાનું વિચારવા લાગે છે. સામાન્ય રીતે ચર્ચા માતૃત્વની જ થતી હોય છે પરંતુ દરેક પુરૂષ પણ પિતા બનવાની તીવ્ર ઈચ્છા રાખે છે. પરંતુ ઘણી વખત લો સ્પર્મ કાઉન્ટના કારણે તેમની આ ઈચ્છા અધુરી રહી જાય છે. આ એક એવી સમસ્યા છે જેના વિશે પુરુષો વાત કરવાનું ટાળે છે. લો સ્પર્મ કાઉન્ટના કારણે પુરુષો શરમ અને સંકોચ અનુભવે છે. જો કે આ સમસ્યા માટે પુરુષોની જ કેટલીક ખરાબ આદતો જવાબદાર હોય છે. ખાસ કરીને ખાવાપીવાની આદતો.
ખાવાપીવાની કેટલીક એવી વસ્તુઓ છે જેનું સેવન કરવાથી પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી થઈ જાય છે. આ વસ્તુઓથી પુરુષોએ દુર રહેવું જોઈએ. ખાસ કરીને જો તમે બાળક માટે પ્લાનિંગ કરી રહ્યા છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે આ વસ્તુઓ સ્પર્મ કાઉન્ટને ગંભીર રીતે અસર કરે છે.
શુક્રાણુઓની સંખ્યા ઘટાડતી વસ્તુઓ
આ પણ વાંચો:
1. સોયા પ્રોડક્ટ
સોયા પ્રોડક્ટને સામાન્ય રીતે પોષણયુક્ત આહાર ગણવામાં આવે છે. કારણ કે તેનાથી શાકાહારી લોકોને જરૂરી પોષકતત્વો મળે છે. ખાસ કરીને તે પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે. પરંતુ જો તમે બાળક પ્લાન કરી રહ્યા છો તો તેનું સેવન ઓછું કરો. સોયામાં મળતા કેટલાક તત્વો એસ્ટ્રોજનનું સ્તર વધારે છે અને ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટાડે છે. તે શુક્રાણુઓની સંખ્યાને જ નહીં પરંતુ શુક્રાણુઓની ગુણવત્તાને પણ અસર કરે છે.
2. કોલ્ડ ડ્રિંક્સ
કોલ્ડ ડ્રિંક્સ પીવાનો ટ્રેન્ડ ઘણા દાયકાઓથી વધી રહ્યો છે. તેને ન પીવાની સલાહ તો આપવામાં આવે છે પરંતુ લોકો આ વાતથી એટલા સહમત નથી થતા. કોલ્ડ ડ્રિંક્સ વધારે પીવાથી પણ શુક્રાણુઓની સંખ્યા ઘટે છે અને શુક્રાણુઓની ગતિશીલતા પણ ઓછી થાય છે.
3. પેક્ડ ફુડ
ડબ્બા અને ટીનમાં પેક કરાયેલા ખોરાકમાં એવા તત્વો હોય છે જે શુક્રાણુઓને નુકસાન પહોંચાડે છે. તેનાથી ટેસ્ટોસ્ટેરોનના સ્તર પર પણ નકારાત્મક અસર થાય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી આ રીતે પેક કરાયેલા ફળો અને તૈયાર ખોરાકથી દૂર રહેવાનો પ્રયાસ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 kalak આની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે