આ 4 લક્ષણ જણાવે છે કે તમારી ઇમ્યુનિટી છે નબળી, હોસ્પિટલના બેડ પર પહોંચી જાવ તે પહેલા જ થઈ જાઓ સતર્ક

Weak Immune System Symptom: આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ ગઈ છે તે વાત ચાર લક્ષણો પરથી જાણી શકાય છે. આપણા શરીરમાં થતી કેટલીક સમસ્યાઓ સંકેત કરે છે કે આપણી ઇમ્યુન સિસ્ટમ બરાબર રીતે કામ કરતી નથી. જો આ ચાર લક્ષણો જોવા મળે તો તુરંત જ સતર્ક થઈ જવું જોઈએ

આ 4 લક્ષણ જણાવે છે કે તમારી ઇમ્યુનિટી છે નબળી, હોસ્પિટલના બેડ પર પહોંચી જાવ તે પહેલા જ થઈ જાઓ સતર્ક

Weak Immune System Symptom: સ્વાસ્થ્ય હંમેશા સારું રહે અને શરીર સ્વસ્થ રહે તેવી ઈચ્છા હોય તો જરૂરી છે કે ઇમ્યુન સિસ્ટમ બરાબર કામ કરે. આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ ગઈ છે તે વાત ચાર લક્ષણો પરથી જાણી શકાય છે. આપણા શરીરમાં થતી કેટલીક સમસ્યાઓ સંકેત કરે છે કે આપણી ઇમ્યુન સિસ્ટમ બરાબર રીતે કામ કરતી નથી. જો આ ચાર લક્ષણો જોવા મળે તો તુરંત જ સતર્ક થઈ જવું જોઈએ અને એમ્યુન સિસ્ટમને મજબૂત કરવા માટે પ્રયત્ન શરૂ કરી દેવા જોઈએ. તો ચાલો તમને જણાવીએ કે કયા ચાર લક્ષણો છે જે નબળી ઇમ્યુન સિસ્ટમ તરફ ઈશારો કરે છે.

આ પણ વાંચો:

ડ્રાય આઈ

ઈમ્યુન સિસ્ટમની બીમારી હોય તો આંખ વારંવાર સુકાઈ જતી હોય છે. ઘણી વખત એવું લાગે કે આંખમાં ધૂળ ઘુસી ગઈ છે અને ધૂંધળું દેખાવા લાગે છે. આ એક લક્ષણ છે જે તમારી ઇમ્યુન સિસ્ટમની નબળાઈ દર્શાવે છે. 

ડિપ્રેશન

ડિપ્રેશન પણ બીમારીનું લક્ષણ દર્શાવે છે. આ સ્થિતિમાં તમારી ઇમ્યુન સિસ્ટમ ઈન્ફ્લીમેન્ટરી સેલ્સને મગજમાં પહોંચાડે છે. આ સેલ્સ સેરોટોનીન નામનું હોર્મોન રિલીઝ થવા દેતા નથી અને જેની અસર તમારા મૂડ ઉપર થાય છે.

સ્કીન રેશ

ત્વચા પર રેશીસ થઈ જતા હોય અથવા તો ત્વચા સંબંધિત બીમારી વારંવાર થતી હોય તો તે પણ નબળી એમ્યુન સિસ્ટમનું લક્ષણ છે. આવું ત્યારે થાય છે જ્યારે તમારી ઇમ્યુન સિસ્ટમ ઓવર એક્ટિવ થઈ જાય છે તેના કારણે સરાઇસિસ પણ થઈ શકે છે. 

પેટ સંબંધિત બીમારી

જો તમારું પાચન બરાબર ન હોય અને વારંવાર ગેસ પેટ ફૂલી જવું કબજિયાત જેવી તકલીફો રહેતી હોય તો તે પણ બીમારીનું લક્ષણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news