Vata Dosha symptoms: વાત દોષ અસંતુલિત હોય તો શરીરમાં આપે છે સંકેત, વારંવાર અનુભવાય આ 6 બીમારી

Vata Dosha symptoms: આયુર્વેદ અનુસાર આપણા શરીરમાં જે પણ સમસ્યાઓ થાય છે તે ત્રણ દોષના કારણે થતી હોય છે. શરીરમાં વાત, કફ અને પિત્ત દોષ હોય છે. જ્યારે આ ત્રણેયનું સંતુલન જળવાતું નથી તો અલગ અલગ સમસ્યાઓ થાય છે. આ ત્રણે દોષ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને કંટ્રોલ કરે છે.

Vata Dosha symptoms: વાત દોષ અસંતુલિત હોય તો શરીરમાં આપે છે સંકેત, વારંવાર અનુભવાય આ 6 બીમારી

Vata Dosha symptoms: આયુર્વેદ નેચરલ રીતે શરીરની સમસ્યાઓને દૂર કરે છે. આયુર્વેદમાં કોઈપણ બીમારીની સારવાર પહેલા શરીરની પ્રકૃતિને જાણવામાં આવે છે. આયુર્વેદ અનુસાર આપણા શરીરમાં જે પણ સમસ્યાઓ થાય છે તે ત્રણ દોષના કારણે થતી હોય છે. શરીરમાં વાત, કફ અને પિત્ત દોષ હોય છે. જ્યારે આ ત્રણેયનું સંતુલન જળવાતું નથી તો અલગ અલગ સમસ્યાઓ થાય છે. આ ત્રણે દોષ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને કંટ્રોલ કરે છે. આજે તમને શરીરમાં વાત દોષ અસંતુલિત હોય તો શું થાય અને તેના લક્ષણો કયા છે તે જણાવીએ. શરીરમાં વાત દોષ સંબંધિત સમસ્યા હોય તો આવા સંકેત જોવા મળે છે. 

વાત દોષ અસંતુલિત હોય તો જોવા મળે છે આ લક્ષણો 

સ્કીન અને વાળ ડ્રાય થવા 

શરીરમાં વાત દોષ અસંતુલિત હોય તો સ્કીન અને વાળ ડ્રાય થઈ જાય છે. આ સ્થિતિમાં વાળ રફ દેખાય છે અને વધારે પ્રમાણમાં ખરે છે. જ્યારે વાતાવરણમાં ફેરફાર થાય ત્યારે પણ આ સમસ્યા વધી જતી હોય છે. 

શરદી ઉધરસ 

વાતાવરણમાં થોડો પણ ફેરફાર થાય અને કોઈ વ્યક્તિને શરદી ઉધરસની સમસ્યા થઈ જાય તો સમજી લેવું કે તેના શરીરમાં વાત દોષ અસંતુલિત છે.  જે લોકોને વારંવાર શરદી ઉધરસની સમસ્યા થતી હોય તેમણે વાત દોષની સ્થિતિમાં સુધારો કરવો જોઈએ. 

કબજિયાત 

શરીરમાં વાત દોષ અસંતુલિત હોય તો વ્યક્તિને અવારનવાર કબજિયાત થાય છે. જ્યારે શરીરમાં વાત દોષ હોય તો કબજિયાત રહે છે. આ સ્થિતિમાં સુધારા માટે એક્સપર્ટની મદદ લેવી જોઈએ. 

બેચેની અને કન્ફ્યુઝન 

ઘણા લોકોને નાની-નાની વાતમાં બેચેનીનો અનુભવ થાય છે અને તેઓ કન્ફ્યુઝ પણ વધારે રહેતા હોય છે. આવી સ્થિતિ વાત દોષના અસંતુલનના કારણે થાય છે. વાત દોષ અસંતુલિત હોય તો મનમાં નેગેટિવ વિચાર પણ વધારે આવે છે અને દરેક કામ કરવાને લઈને ઉતાવળ રહે છે. 

કંટાળો આવવો 

જેના શરીરમાં વાત દોષની સ્થિતિ અસંતુલિત હોય તેઓ જલ્દીથી કંટાળો અનુભવવા લાગે છે. તેઓ કોઈપણ વસ્તુથી ઝડપથી બોર થઈ જાય છે.. ખાવા પીવામાં અને દિનચર્યામાં ફેરફાર કરીને વાત દોષને સંતુલિત કરી શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news