માઓવાદીઓની ધમકી ઘોળીને પી ગયા આ 102 વર્ષના અમ્મા, પહોંચી ગયા મત આપવા
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે ચાલુ છે. જેમ જેમ દિવસ ઢળી રહ્યો છે તેમ તેમ મતદારોની સંખ્યા વધી રહી છે. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોલિંગ બૂથ પર પહોંચી રહ્યાં છે. મતદાન માટે દરેક વર્ગના મતદારોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દોરનાપાલના રહીશ 102 વર્ષના મહિલા વિસ્વાસે મતદાન પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
Trending Photos
સુકમા (પવન શાહ): લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે ચાલુ છે. જેમ જેમ દિવસ ઢળી રહ્યો છે તેમ તેમ મતદારોની સંખ્યા વધી રહી છે. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોલિંગ બૂથ પર પહોંચી રહ્યાં છે. મતદાન માટે દરેક વર્ગના મતદારોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દોરનાપાલના રહીશ 102 વર્ષના મહિલા વિસ્વાસે મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
આઝાદી બાદથી જ સતત કરે છે મતદાન
મતદાન મથકની બહાર ઊભેલા મીડિયાકર્મીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આઝાદી બાદથી જ તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા આવ્યાં છે. સવારે જેવા વિસ્વાસ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા કે લોકોએ ભારે ઉત્સાહથી તેમનું સ્વાગત કર્યું. વ્હીલચેર પર જેવી વિસ્વાસે પોલિંગ બૂથમાં એન્ટ્રી કરી કે લોકોએ તેમને લાઈનમાં ન ઉભા રહેવા દઈને આગળ જઈ મતદાન કરવા કહ્યું.
માઓવાદીઓએ આપી હતી ધમકી
અત્રે જણાવવાનું કે છત્તીસગઢમાં મતદાનને પ્રભાવિત કરવા માટે નક્સલીઓ અને માઓવાદીઓ એડીચોટીનું જોર લગાવી ચૂક્યા છે. મતદાનના ગણતરીના સમય અગાઉ માઓવાદીઓએ લોકોને મતદાન ન કરવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો મતદાન કર્યું તો તેના પરિણામ ભોગવવા પડશે.
જુઓ LIVE TV
આ બાજુ વોટિંગ શરૂ થતા જ નક્સલીઓએ તેને રોકવાની કોશિશ કરી પરંતુ તે નિષ્ફળ ગઈ. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તાર નારાયણપુર જિલ્લામાં નક્સલીઓએ મતદાન દળોને નુકસાન પહોંચાડવા માટે બારૂદી સુરંગ વિસ્ફોટ કર્યો હતો. નારાયણપુર જિલ્લાના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના ફરસગાંવ પોલીસ મથક વિસ્તાર હેઠળ આવતા નારાયણપુર દંડવાન માર્ગ પર આજે વહેલી સવારે નક્સલીઓએ મતદાન દળોને નિશાન બનાવીને બારૂદી સુરંગ વિસ્ફોટ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે