Maharashtra: Buldhana માં લપસણા રસ્તા પર ટ્રક લપસ્યો, 13 લોકોના મોત, 3 લોકો ઇજાગ્રસ્ત

મહારાષ્ટ્ર (Maharashtra) માં શુક્રવારે મોટો અકસ્માત (Accident) સર્જાયો છે. મજૂરો (Laborer) ને લઇ જઇ રહેલો ટ્રક પલટી ખાઇ જતાં ત્યાં 13 લોકોના મોત થઇ ગયા અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Maharashtra: Buldhana માં લપસણા રસ્તા પર ટ્રક લપસ્યો, 13 લોકોના મોત, 3 લોકો ઇજાગ્રસ્ત

મયૂર નિકમ, મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) માં શુક્રવારે મોટો અકસ્માત (Accident) સર્જાયો છે. મજૂરો (Laborer) ને લઇ જઇ રહેલો ટ્રક પલટી ખાઇ જતાં ત્યાં 13 લોકોના મોત થઇ ગયા અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. 

16 મજૂરોને લઇ જઇ રહ્યો હતો ટ્રક
જાણકારી અનુસાર મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લા (Buldhana Accident) માં સમૃદ્ધિ મહામાર્ગ પર એક ટ્રક (Truck) 16 મજૂરોને લઇને જઇ રહ્યા હતા. તે ટ્રકમાં લોખંડના સળિયા ભરેલા હતા. સિંદખેડરાજ તાલુકામાં તઢેગાંવ-દુસરબિડ વચ્ચે વરસાદના લીધે રસ્તો ખૂબ જ લપસણો બની ગયો હતો. જેના લીધે પુરઝડપે જઇ રહેલો ટ્રક પલટી ખાઇ ગયો હતો. 

13 મજૂરોના ઘટનાસ્થળે મોત
ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ (Buldhana Accident) પર પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનો સિલસિલો શરૂ થયો. આ ઘટનામાં 8 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે હોસ્પિટલ લઇ જતી વખતે વધુ 3 મજૂરોએ અંતિમ શ્વાસ લીધો હતો. તો બીજી તરફ 2 મજૂરોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. બાકે 3 મજૂરોની સારવાર ચાલી રહી છે. 

યૂપી-બિહારના છે મોટાભાગના મૃતક
જાણકારી અનુસાર મૃત્યું પામેલા મજૂરો (Buldhana Accident) માંથી મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશ અને બિહારના છ. મૃતકોની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ પહેલી નજરમાં મજૂરોના મોતનું કારણ લોખંડના સળિયા નીચે દબાઇ જવાથી થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news