modi cabinet reshuffle: સિંધિયા, રાણે, પશુપતિ પારસ સહિત 43 નેતાઓ બનશે મંત્રી, સામે આવ્યું લિસ્ટ
મોદી કેબિનેટના વિસ્તારમાં ગુજરાતનો દબદબો વધવાનો છે. ગુજરાતમાંથી આજે પાંચ નેતાઓ શપથ લેવાના છે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત કેબિનેટનો વિસ્તાર કરવા જઈ રહ્યાં છે. હવે નવા મંત્રીમંડળનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કુલ 43 મંત્રીઓ આજે શપથ લેવાના છે. ગુજરાતમાંથી પાંચ લોકો આજે શપથ લેવાના છે. જેમાં અત્યારે કેન્દ્રીય મંત્રી રહેલા મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલાને પ્રમોશન મળશે. આ સાથે સાંસદ દર્શના જરદોષ, દેવુસિંહ ચૌહાણ અને સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરાને કેબિનેટમાં સ્થાન મળવાનું છે. ઉત્તર પ્રદેશમાંથી 7 નેતાઓને મંત્રી બનાવવામાં આવશે. નવા લિસ્ટ પ્રમાણે કુલ 10 મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે તો 33 નવા ચહેરાને કેબિનેટમાં તક આપવામાં આવી છે.
આ મોટા નામો કેબિનેટમાં થશે સામેલ
સામે આવેલા નામ પ્રમાણે નારાયણ રાણે, અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, ડો. વિરેન્દ્ર કુમાર, જ્યોતિરાદિત્ય સિંધિયા, રામચંદ્ર પ્રસાદ સિંહ, અશ્વિની વૈશ્નવ, પશુપતિ કુમાર પારસ, કિરણ રિજિજૂ, રાજ કુમાર સિંહ, હરદીપ સિંહ પુરી સહિતના લોકો આજે મંત્રી બનવાના છે.
આ સિવાય ભૂપેન્દ્ર યાદવ, પુરૂષોત્તમ રૂપાલા, જી કિશન રેડ્ડી, અનુરાગ સિંહ ઠાકુર, પંકજ ચૌધરી, અનુપ્રિયા સિંહ પટેલ, સત્યપાલ સિંહ બધેલ, રાજીવ ચંદ્રશેખર, શોભા કરંદલાજેને પણ મંત્રીમંડળમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
43 leaders to take oath today in the Union Cabinet expansion. Jyotiraditya Scindia, Pashupati Kumar Paras, Bhupender Yadav, Anupriya Patel, Shobha Karandlaje, Meenakshi Lekhi, Ajay Bhatt, Anurag Thakur to also take the oath. pic.twitter.com/pprtmDu4ko
— ANI (@ANI) July 7, 2021
આ મંત્રીઓએ આપ્યા રાજીનામા
મોદી કેબિનેટનું આજે સાંજે વિસ્તરણ થવાનું છે. આ વિસ્તરણ પહેલા અનેક દિગ્ગજ મંત્રીઓની છૂટ્ટી થઈ છે. ડો.હર્ષવર્ધન, બાબુલ સુપ્રીયો, રમેશ પોખરિયાલ નિશંક, સદાનંદ ગૌડા, દેબોશ્રી ચૌધરી, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, રતનલાલ કટારિયા અને પ્રતાપ સારંગીએ રાજીનામા સોંપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે