કોરોના મામલે ચીનથી આગળ મહારાષ્ટ્ર, દર્દીઓની સંખ્યા 85 હજારને પાર
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસના દર્દીઓ મામલે મહારષ્ટ્ર હવે ચીનથી પણ આગળ વધ્યું છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 3 હજારથી વધારે કોરોના વાયરસના દર્દીઓની પુષ્ટી થઈ છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં હવે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 85 હજારને પાર કરી ગઇ છે.
મહારાષ્ટ્રરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3007 નવા દર્દીઓની પુષ્ટી થઈ છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 85975 થઈ ગઈ છે. કોરોના વાયરસ ચીનના વુહાનથી ફેલાવવાનો શરૂ થયો હતો. જો કે, ચીનમાં કોરોના વાયરસના સંક્રમણ લગભગ કંટ્રોલમાં આવી ગયું છે અને અત્યાર સુધીમાં 83036 કેસ જ સામે આવ્યા છે.
ત્યારે મહાર્ષ્ટ્રમાં કોરોનાના કારણે થતા મોતનો આકંડો ત્રણ હજારને પાર કરી ગયો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 91 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 3060 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સતત સારવાર કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 1924 કોરોના વાયરસના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 39314 કોરોના દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યારે કોરોનાના 43591 એક્ટિવ કેસ છે.
મુંબઇમાં કેટલા છે કોરોના દર્દી?
મહારાષ્ટ્રમાં મુંબઇ કોરોના વાયરસના કારણે સૌથી વધુ પ્રભાવિત છે. મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1420 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ મુંબઇમાં અત્યાર સુધીમાં 48774 દર્દી કોરોના વાયરસથી સંક્રમીત છે. આ સાથે જ મુંબઇમાં કોરોનાના કારણે 61 લોકોના મોત થયા છે. મુંબઇમાં અત્યાર સુધીમાં 1638 લોકો કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે