Aditya-L1 Mission: ભારતના સૂર્યયાને બીજીવાર પુરી કરી ધરતીની પરિક્રમા, ISRO એ આપી અપડેટ

Aditya L 1 distance from earth: સૂર્યયાને 3 સપ્ટેમ્બરના રોજ પૃથ્વીનું પ્રથમ પરિક્રમા પૂર્ણ કરીને સૂર્ય તરફ પ્રથમ પગલું ભર્યું છે. મિશન આદિત્ય-L1 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
 

Aditya-L1 Mission: ભારતના સૂર્યયાને બીજીવાર પુરી કરી ધરતીની પરિક્રમા,  ISRO એ આપી અપડેટ

ISRO Solar Mission Aditya-L1: ભારતના સૂર્યાયાને આદિત્ય-L1 એ સૂર્ય તરફ વધુ એક પગલું ભર્યું છે. પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરિક્રમા કરી રહેલા આ સ્પેસક્રોફ્ટે નવી ઓર્બિટ પ્રાપ્ત કરી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આ જાણકારી આપી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર) પર માહિતી આપતા ISROએ કહ્યું કે આદિત્ય-L1 મિશને બીજી અર્થ બાઉન્ડ મેન્યૂવર પુરી કરી લીધી છે. આનો અર્થ એ થયો કે સૂર્યયાને પૃથ્વીની બીજીવાર પરિક્રમા પૂર્ણ કરી લીધી છે.

પૃથ્વીના નવા ઓર્બિટમાં એન્ટ્રી
ISROના ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) એ ઓપરેશનનું સંચાલન કર્યું હતું. ISROએ કહ્યું કે ISTRACના મોરેશિયસ, બેંગલુરુ અને પોર્ટ બ્લેર ગ્રાઉન્ડ સ્ટેશનોએ સેટેલાઈટને ટ્રેક કર્યો છે.

ઈસરોના જણાવ્યા અનુસાર, આદિત્ય-એલ1 એ 5 સપ્ટેમ્બર (મંગળવાર)ના રોજ સવારે 2.45 વાગ્યે પૃથ્વીની નવી ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો. નવી ભ્રમણકક્ષા 282 કિમી X 40,225 કિમી છે. તે સરળતાથી સમજી શકાય છે કે પૃથ્વીથી આ ભ્રમણકક્ષાનું લઘુત્તમ અંતર 282 કિમી છે, જ્યારે મહત્તમ અંતર 40,225 કિમી છે.

આ પહેલા સૂર્યને 3 સપ્ટેમ્બરે પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરીને 245 કિમી x 22,459 કિમીની ઓર્બિટ હાંસલ કરી હતી. આદિત્ય-L1 ને 10 સપ્ટેમ્બર, 2023 ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 2.30 વાગ્યે પૃથ્વીની આગામી ઓર્બિટમાં મોકલવાનું આયોજન છે.

ISTRAC/ISRO's ground stations at Mauritius, Bengaluru and Port Blair tracked the satellite during this operation.

The new orbit attained is 282 km x 40225 km.

— ISRO (@isro) September 4, 2023

15 લાખ કિલોમીટરની યાત્રા પર છે સૂર્યયાન
ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય-L1 શનિવારે (2 સપ્ટેમ્બર) આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈસરોના PSLV-C57 રોકેટની મદદથી તેને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું. તેની પ્રારંભિક ભ્રમણકક્ષા 235 કિમી x 19000 કિમી હતી.

સૂર્યયાનને કુલ 16 દિવસ (18 સપ્ટેમ્બર) પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેવું પડશે. ત્યારબાદ, તે બહાર આવશે અને લેગ્રેન્જ-1 (L1) બિંદુ તરફ સૂર્ય તરફ આગળ વધશે. L1 પોઈન્ટ એ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર એક સ્થળ છે, જ્યાં સૂર્ય અને પૃથ્વી એકબીજાના ગુરુત્વાકર્ષણને નિષ્ક્રિય કરે છે, જેના કારણે વસ્તુઓ ખૂબ ઓછી ઊર્જા સાથે અહીં રહી શકે છે. પૃથ્વી પરથી L1 બિંદુ સુધી પહોંચવા માટે સૂર્યયાનને કુલ 125 દિવસની મુસાફરી કરવી પડે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news