Jet Airways માટે આનંદો! એર ઇંડિયાએ પ્લેન પટ્ટે લેવાની ઇચ્છા વ્યક્ત કરી !
એર ઇન્ડિયાએ જેટ એરવેઝનાં પાંચ ઉભેલા બોઇંગ 777 એસ વિમાનોને પટ્ટા પર લેવાની રજુઆત કરી છે
Trending Photos
મુંબઇ : રાષ્ટ્રીય વિમાન કંપની એર ઇન્ડિયા (Air India) ખાનગી ક્ષેત્રની એરલાઇન્સ જેટ એરવેઝનાં પાંચ બોઇગ 777એસ વિમાનોને ભાડા પટ્ટે લેવાની રજુઆત કરી છે. એર ઇન્ડિયાએ કહ્યું કે, તેઓ આ વિમાનોનું સંચાલન લંડન, દુબઇ અને સિંગાપુર માર્ગ પર કરી શકે છે. જેટ એરવેઝનું સંચાલન બુધવાર રાતથી અસ્થાયી રીતે રદ્દ કરી દેવાયું છે. એરલાઇન્સ પાસે 10 મોટા આકારનાં બોઇંગ 777-300 ઇઆર વિમાન છે. તે ઉપરાંત તેની પાસે કેટલાક એરબસ એ330 એસ વિમાન છે. આ વિમાનોનો ઉપયોગ એલાઇન્સ મધ્યમ અંતર અને લાબા અંતરની નવી દિલ્હી અને મુંબઇથી લંડન, એમ્સટર્ડમ અને પેરિસની ઉડ્યનો માટે કરે છે.
એર ઇન્ડિયાના ચેરમેન અને પ્રબંધ નિર્દેશક અશ્વિની લોહાણીએ ભારતીય સ્ટેટ બેંકના ચેરમેન રજનીશ કુમારને 17 એપ્રીલે લખેલા પત્રમાં કહ્યું કે, અમે જુના સ્થાપિત માર્ગો પર આ રદ્દ કરાયેલા પાંચ બી777એસ વિમાનોનુ સંચાલન કરવા માટેની શક્યતા શોધી રહ્યા છે. જેટ એરવેઝનું નિયંત્રણ હાલ એસબીઆઇની આગેવાનીવાળી બેંકોનુ ગઠબંધન કરી રહી છે. બેંકોનુ ગઠબંધ એવેઝની 32.1થી 75 ટકા હિસ્સેદારીનાં કોઇ પાત્ર રોકાડકારને વેચવા માટેની મંશા વ્યક્ત કરી ચુક્યું છે.
ચાર પક્ષો એતિહાદ એરવેઝ, સોવરેન સંપદા કોષ એનઆઇઆઇએફ, ખાનગી ઇક્વિટી કંપનીઓ ટીપીજી કેપિટલ અને ઇંડિગો પાર્ટર્નર્સે જેટ એરવેઝમાં ભાગીદારી કરવામાં રસ દેખાડ્યો છે. લોહાણીએ પત્રમાં કહ્યું કે, જેટનું સંચાલન બંધ થવાથી યાત્રીઓને ખુબ જ અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે