બંગાળની ખાડીમાં 'ફેંગલ' તોફાનની દસ્તક! હવામાનમાં આવશે પલટો, 8 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

બંગાળની ખાડી પર સાઈક્લોનિક સર્ક્યુલેશન  બનેલું છે. જેનાથી અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. આ અંગે ભારતીય હવામાન વિભાગ (IMD)એ ભારે વરસાદની ચેતવણી પણ આપી છે.

બંગાળની ખાડીમાં 'ફેંગલ' તોફાનની દસ્તક! હવામાનમાં આવશે પલટો, 8 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

બંગાળની ખાડીમાં ફેંગલ તોફાનને પગલે દેશભરમાં હવામાનમાં પલટો આવે તેવા એંધાણ છે. ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં સતત 30 નવેમ્બર સુધી વરસાદ પડી શકે છે. બંગાળની ખાડી પર સાઈક્લોનિક સર્ક્યુલેશન  બનેલું છે. જેનાથી અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. આ અંગે ભારતીય હવામાન વિભાગ (IMD)એ ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. આ સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર ક્યાં જોવા મળશે તે પણ ખાસ જાણો. ગુજરાતની વાત કરીએ તો રાજ્યભરમાં ઠંડીનો ચમકારો હવે જોવા મળી રહ્યો છે. 

સાઈક્લોનિક સર્ક્યુલેશન
બંગાળની ખાડીના દક્ષિણ ભાગ અને તેની નજીક પૂર્વ ભૂમધ્યરેખીય હિન્દ મહાસાગરના મધ્ય ભાગો પર એક પ્રેશર બનેલું છે જેના કારણે આગામી 24 કલાકની અંદર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવા અને તેજ થઈને ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે. આગામી 2 દિવસ સુધી તમિલનાડુ-શ્રીલંકાના તટો તરફ આગળ વધશે. લોઅર ટ્રોપોસ્ફેયર લેવલમાં ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ પર એક સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. 28 નવેમ્બરથી પશ્ચિમી હિમાલયી વિસ્તારને પ્રભાવિત કરનારું એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી શક્યતા છે. 

આ વિસ્તારોને કરી શકે અસર
બંગાળની ખાડીમાં ફેંગલ તોફાને દસ્તક આપી છે. જેનાથી તમિલનાડુ અને પુડુચેરીમાં 26 થી 28 નવેમ્બર સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આંધ્ર પ્રદેશમાં 26થી 29 નવેમ્બર સુધી ખુબ વરસાદ પડે તેવી વકી છે. જેનાથી દેશના પણ અનેક રાજ્યોના હવામાનમાં પલટો આવી શકે છે. આ સાથે જ  યુપીમાં પણ 30 તારીખ સુધી વરસાદ પડવાની શક્યતા છે. કેરળ અને માહેમાં 26થી 28 નવેમ્બર સુધી વરસાદ પડી શકે છે. જ્યારે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 28 અને 29 નવેમ્બરના રોજ વરસાદ પડવાની શક્યતા છે. 

75 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે
આઈએમડીએ ઓરેન્જ અને રેડ એલર્ટ આપ્યું છે. વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે જેનાથી કાંઠા વિસ્તારોને નુકસાન પહોંચી શકે છે. શ્રીલંકાના તટ સાથે તમિલનાડુ-પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટો પર 26 નવેમ્બરે 50-60 કિમી પ્રતિ કલાકની  ઝડપે પવન ફૂંકાશે અને તે વધીને 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ વિસ્તારમાં 27થી 29 નવેમ્બર દરમિયાન હવાની સ્પીડ વધીને 55-65 કિમી પ્રતિ કલાકથી 75 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news