બાંગ્લાદેશમાં હિન્દુ સાધુની ધરપકડ થતા ભારે તણાવ, ઈસ્કોને ભારત સરકાર પાસે માંગી મદદ

Bangladesh Hindu Protest: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ વિરોધનું નેતૃત્વ કરી રહેલા ચિન્મય પ્રભુની ધરપકડ  બાદ ટેન્શન વધી રહ્યું છે. ચિન્મય પ્રભુ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સાથે થઈ રહેલા ભેદભાવ અને અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવનારા પ્રમુખ ચહેરા છે. ઈસ્કોન સાથે જોડાયેલા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીને લઈને ઈસ્કોને એક નિવેદન બહાર પાડ્યું છે. 

બાંગ્લાદેશમાં હિન્દુ સાધુની ધરપકડ થતા ભારે તણાવ, ઈસ્કોને ભારત સરકાર પાસે માંગી મદદ

Bangladesh Hindu Protest: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ વિરોધનું નેતૃત્વ કરી રહેલા ચિન્મય પ્રભુની ધરપકડ  બાદ ટેન્શન વધી રહ્યું છે. ચિન્મય પ્રભુ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સાથે થઈ રહેલા ભેદભાવ અને અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવનારા પ્રમુખ ચહેરા છે. ઈસ્કોન સાથે જોડાયેલા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીને લઈને ઈસ્કોને એક નિવેદન બહાર પાડ્યું છે અને તેમના છૂટકારા માટે ભારત સરકારની મદદ માંગી છે. ચિન્મય પ્રભુ પર દેશદ્રોહનો આરોપ લગાવીને યુનુસ સરકારે તેમની ધરપકડ કરી છે. 

ઈસ્કોન પર આવા આરોપ અપમાનજનક
ઈસ્કોને ટ્વીટ કરીને લખ્યું છે કે, "અમને પરેશાન કરનારા સમાચાર મળ્યા છે કે ઈસ્કોન બાંગ્લાદેશના પ્રમુખ નેતાઓમાંથી એક શ્રી ચિન્મય કૃષ્ણ દાસને ઢાકા પોલીસે અટકાયતમાં લીધા છે. આ પાયાવિહોણા આરોપ લગાવવા અપમાનજનક છે કે ઈસ્કોનને કોઈ પણ આતંકવાદ સાથે કોઈ લેવાદેવા છે." આગળ કહેવાયું છે કે "ઈસ્કોન આ મામલે ભારત સરકારને તત્કાળ પગલું ભરવા અને બાંગ્લાદેશ સરકાર સાથે વાત કરવાનો આગ્રહ કરે છે અને જણાવે છે કે અમે એક શાંતિપ્રિય ભક્તિ આંદોલન ચલાવનારી સંસ્થા છીએ. અમે ઈચ્છીએ છીએ કે બાંગ્લાદેશ સરકાર ચિન્મય કૃષ્ણ દાસને તરત છોડે. આ સાથે જ અમે આ ભક્તોની સુરક્ષા માટે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ છીએ."

— ANI (@ANI) November 25, 2024

બાંગ્લાદેશમાં ઈસ્કોનના 77 મંદિર
ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારી બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના પ્રમુખ નેતા અને ઈસ્કોન ચટગાંવના પુંડરીક ધામના અધ્યક્ષ છે. તેમને સામાન્ય રીતે ચિન્મય પ્રભુ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારો વિરુદ્ધ સશક્ત અવાજ ઉઠાવનારાઓમાંથી એક છે. બાંગ્લાદેશમાં ઈસ્કોનના 77થી વધુ મંદિર છે જેની સાથે 50,000 થી વધુ લોકો જોડાયેલા છે. અત્રે જણાવવાનું કે બાંગ્લાદેશની કુલ વસ્તીમાં 8 ટકા વસ્તી હિન્દુઓની છે. 

ધરપકડ વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા લોકો
ચિન્મય પ્રભુની ધરપકડના વિરોધમાં હિન્દુ સમાજના લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા. તેમના પર BNP અને જમાતના લોકોએ હુમલો કર્યો જેમાં 50 હિન્દુઓ ઘાયલ થયા. રિપોર્ટ્સ મુજબ જ્યારે કટ્ટરપંથી સમૂહોએ ચટગાંવમાં હિન્દુઓ પર હુમલો કર્યો ત્યારે પ્રશાસન અને પોલીસ મૂક દર્શક બની રહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news