ભાજપની ચૂંટણી જીત માટે સફળ જાળ બિછાવવામાં માહેર છે અમિત શાહ

54 વર્ષીય શાહ રાજ્ય દર રાજ્ય ભાજપની સફળતાની ગાથા લખવાના સૂત્રધાર માનવામાં આવે છે. 2014માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદથી તેઓ પાર્ટીને નવી ઉંચાઈ પર લઈ ગયા. 
 

ભાજપની ચૂંટણી જીત માટે સફળ જાળ બિછાવવામાં માહેર છે અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રમાં ભાજપની જીતની સાથે કોઈ બિન કોંગ્રેસી સરકારને સતત બીજીવાર કેન્દ્રની સત્તામાં લાવવાના સૂત્રધારોમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ છે. આ સિદ્ધિની સાથે તેમણે દેખાડ્યું કે તે બૂથથી લઈને ચૂંટણી મેદાન સુધી મેનેજમેન્ટ અને પ્રચારની એવી જાળ બિછાવે છે કે સક્ષમમાં સક્ષણ રાજકીય ખેલાડી પણ હંમેશા માત ખાય છે. શતરંજ રમવાને લઈને ક્રિકેટ જોવા તથા સંગીતમાં ઊંડો રસ ધરાવતા શાહને રાજનીતિના માહિર રણનીતિકાર માનવામાં આવે છે. 

54 વર્ષીય શાહને રાજ્ય દર રાજ્ય ભાજપની સફળતાની ગાથા લખવાના સૂત્રધાર માનવામાં આવે છે. વર્તમાન લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા અને દક્ષિણ ભારતમાં પાર્ટીના સારા પ્રદર્શન માટે તેમની સફળ રણનીતિને શ્રેય આપવામાં આવતો રહ્યો છે. અમિત શાહે પંચાયતથી લઈને સંસદ સુધી ભાજપને સત્તામાં લાવવાના સપનાને સાકાર કરવાની દિશામાં પ્રતિબદ્ધ પહેલ કરી છે. 

2014માં સંભાળી હતી કમાન
જુલાઈ 2014માં ભાજપના અધ્યક્ષનો પદભાર સંભાળ્યા બાદ પાર્ટીના વિસ્તાર માટે તેમણે દેશભરમાં પ્રવાસ કર્યો અને પાર્ટી કાર્યકર્તાઓને જાગૃત કરવાનું કામ કર્યું હતું. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે શાહની વિચારધારાની દ્રઢતા, અસીમિત રાજકીય કલ્પનાશીલતા અને વાસ્તવિક રાજનીતિક લચીલાપનના શાનદાર  મિશ્રણ કરીને ચૂંટણી સમયમાં ભાજપની શાનદાર જીતનો માર્ગ તૈયાર કર્યો હતો. 

બીજાની વોટબેન્ક કરી ટ્રાન્સફર
તેમણે બિહાર અને મહારાષ્ટ્રમાં ન માત્ર એનડીએના ઘટક દળોની સાથે ગઠબંધનને લઈને સરળ વલણ અપનાવ્યું પરંતુ સ્થાનીક સ્તર પર વિરોધી દળોની મતબેન્કોને પોતાની પાર્ટીમાં લાવવાની રણનીતિને અંજામ આપ્યો હતો. આ સિવાય તમિલનાડુ અને કેરલ જેવા રાજ્યોમાં પણ ગઠબંધન કર્યું. પૂર્વોત્તરમાં ગઠબંધનના પરિણામ સ્પષ્ટ રૂપથી સામે આવી ગયું છે. 

સંભાળી ચુક્યા છે અડવાણીનું ચૂંટણી મેનેજમેન્ટ
ચૂંટણી મેનેજમેન્ટના ખેલાડી શાહે પ્રથમવખત 1991ની લોકસભા ચૂંટણીમાં ગાંધીનગરમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી હતી. પરંતુ તેમના બૂથ મેનેજમેન્ટની કરિશ્મા 1995ની પેટા ચૂંટણીમાં ત્યારે જોવા મળી, જ્યારે સાબરમતી વિધાનસભા સીટ પર તત્કાલિન નાયબ મુખ્યપ્રધાન નરહરિ અમીન વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા વકીલ યતિન ઓઝાનું ચૂંટણી મેનેજમેન્ટ તેમનું સોંપવામાં આવ્યું હતું. ખુદ યતિન કહે છે કે શાહને રાજનીતિ સિવાય બીજુ કંઇ દેખાતું નથી. 

કાર્યકર્તાઓની સારી ઓળખ
તેમના નજીકના જણાવે છે કે પારિવારિક અને સામાજિક કાર્યક્રમમાં તેઓ ખુબ ઓછા જાય છે. શાહ કાર્યકર્તાઓની સારી ઓળખ રાખે છે અને તે સંગઠન અને મેનેજમેન્ટના માહેર ખેલાડી છે. 

ધારાસભ્યથી રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી
શાહે પ્રથમવખત સરખેજથી 1997માં વિધાનસભા પેટાચૂંટણીમાં કિસ્મત અજમાવી અને ત્યારથી 2012 સુધી સતત પાંચ વખત ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. સરખેજની જીતે તેમને ગુજરાતમાં યુવા અને આક્રમક નેતાના રૂપમાં સ્થાપિત કર્યાં. આ જીત બાદ ભાજપમાં સતત સીડીઓ ચડતા ગયા હતા. મોદી ગુજરાતના સીએમ બન્યા બાદ શાહ સૌથી મજબૂત બનીને ઉભર્યા હતા. 2003થી 2010 સુધી ગુજરાત સરકારની કેબિનેટમાં તેમણે ગૃહ મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. પરંતુ આ વચ્ચે રાજનીતિમાં તેમણે ચઢાવ-ઉતરનો સમનો કરવો પડ્યો, પરંતુ જ્યારે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય રાજનીતિના પટલ પર લાવવામાં આવ્યા તો તેમના સૌથી નજીક મનાતા અમિત શાહને પણ દેશભરમાં ભાજપના પ્રચાર પ્રસારમાં સામેલ કરવામાં આવ્યા હતા. 

યૂપીથી ત્રિપુરા સુધી કમાલ
ઉત્તર પ્રદેશમાં તેમણે લોકસભા ચૂંટણીમાં પાર્ટીને 81માંથી 71 સીટો પર જીત અપાવીને પોતાની રાજકીય ક્ષમતા સાબિત કરી હતી. ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સફળતાની પાછળ શાહની રણનીતિને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ તેમણે દેશભરમાં આશરે 500 ચૂંટણી સમિતિઓની રચના કરી અને આશરે 7000 નેતાઓને તૈનાત કર્યાં. તેમણે પાર્ટીના ચૂંટણી અભિયાનમાં એવી 120 સીટો પર ખાસ ધ્યાન આપ્યું જ્યાં ભાજપ પહેલા ક્યારેય જીત્યું નથી. તેમણે પાર્ટીના અભિયાનને ચલાવવા માટે 3000 પૂર્ણકાલિક કાર્યકર્તાઓને તૈનાત કર્યાં હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news