UP Election 2022: અખિલેશને સીધી ટક્કર આપશે અપર્ણા યાદવ? કહ્યું- કરહલથી લડવા તૈયાર
ભાજપે મૈનપુરીની કરહલ સીટથી હજુ સુધી ઉમેદવારની જાહેરાત કરી નથી. કોંગ્રેસે જ્ઞાનવતી યાદવ જ્યારે બીએસપીએ કુલદીપ નાયારણને ઉમેદવાર બનાવ્યા છે. મૈનપુરી અને આસપાસના વિસ્તારમાં તે વાતની ચર્ચા છે કે ભાજપ મુલાયમ સિંહ યાદવની વહુ અપર્ણાને અખિલેશ વિરુદ્ધ ટિકિટ આપી શકે છે.
Trending Photos
લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election) રસપ્રદ બની રહી છે. પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav) મૈનપુરીની કરહલ સીટથી પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડવા માટે ઉમેદવારી દાખલ કરવાના છે. ભાજપે પણ અખિલેશને પડકાર આપવાની રણનીતિ તૈયાર કરી લીધી છે. આ સીટથી અખિલેશ વિરુદ્ધ બીજું કોઈ નહીં, પરંતુ સપા છોડીને ભાજપમાં સામેલ થયેલા તેમના ભાઈની પત્ની અપર્ણા યાદવ (Aparna Yadav) મેદાનમાં ઉતરી શકે છે.
ભાજપે મૈનપુરીની કરહલ સીટથી હજુ સુધી ઉમેદવારની જાહેરાત કરી નથી. કોંગ્રેસે જ્ઞાનવતી યાદવ જ્યારે બીએસપીએ કુલદીપ નાયારણને ઉમેદવાર બનાવ્યા છે. મૈનપુરી અને આસપાસના વિસ્તારમાં તે વાતની ચર્ચા છે કે ભાજપ મુલાયમ સિંહ યાદવની વહુ અપર્ણાને અખિલેશ વિરુદ્ધ ટિકિટ આપી શકે છે.
અપર્ણાએ શનિવારે એક ટીવી કાર્યક્રમમાં તે વાતનો સંકેત પણ આપ્યો કે તે કરહલ સીટથી ચૂંટણી લડી શકે છે. અપર્ણાએ સવાલનો જવાબ આપતા કહ્યું- હાલ લખનઉ કેન્ટ સીટ પર જનતાની સેવામાં લાગી છું પરંતુ જો ભાજપ તરફથી નિર્દેશ આવશે તો મૈનપુરીની કરહલ સીટથી અખિલેશ ભાઈ વિરુદ્ધ ચૂંટણી લડીશ. હું કઈ સીટથી લડીશ તે પાર્ટી નક્કી કરશે.
કાર્યક્રમમાં અપર્ણાએ કહ્યું કે સપા છોડી ભાજપમાં આવવાથી મારા સસરા મુલાયમ સિંહ યાદવ નારાજ નથી તેમણે મને આશીર્વાદ પણ આપ્યા છે. તો કાકા શિવપાલ યાદવ પર અપર્ણાએ કહ્યું કે તેમણે મને હંમેશા આગળ વધારવાનું કામ કર્યું છે. પરંતુ આજે તે ચેતવણી આપી રહ્યાં છે. જો ખુદ તે વાત જાણતા હોત તો અલગ પાર્ટી ન બનાવી હોત.
આ પણ વાંચોઃ ચોંકાવનારો કિસ્સો...ઘરમાંથી ચોરી થયું 13.45 લાખનું Gold, પણ પોલીસે પરિવારને પરત કર્યું દોઢ કરોડનું સોનું
ઉલ્લેખનીય છે કે ચૂંટણીના સમયમાં સમાજવાદી પાર્ટીને સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે યાદવ પરિવારની વહુ અપર્ણા યાદવ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. અપર્ણાએ કહ્યું કે, તે રાષ્ટ્રવાદનેકારણે પીએમ મોદીથી પ્રભાવિત થઈ ભાજપમાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે