અરૂણ જેટલીએ કર્મચારીના પુત્રને કાર ગિફ્ટ કરી હતી, જાણો તેમની સાથે જોડાયેલી 10 અજાણી વાતો
પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીનું રવિવાર બપોરના નિગમ બોધ ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જેટલીનું નિધન શનિવાર બપોર 12 વાગી સાત મિનિટ પર એમ્સમાં થયું હતું. ત્યારે 9 ઓગસ્ટના એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા
Trending Photos
નવી દિલ્હી: પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીનું રવિવાર બપોરના નિગમ બોધ ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જેટલીનું નિધન શનિવાર બપોર 12 વાગી સાત મિનિટ પર એમ્સમાં થયું હતું. ત્યારે 9 ઓગસ્ટના એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભાજપ કાર્યાલય પર ભાજપ નેતા અને કાર્યકર્તા તેમને અંતિમ વિદાઇ આપી હતી. ભાજપ કાર્યાલયથી પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે નિગમ બોધ ઘાટ લઇ જવામાં આવ્યો હતો.
નોંધપાત્ર વ્યક્તિત્વ ધરાવતા જેટલીના જીવન સાથે જોડાયેલી ઘણી અજાણી વાતો છે, જેને તમે નહીં જાણતા હોવ. ચાલો આપણે તેના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી બાબતો જાણીએ:
- જેટલીના પિતા ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ લાહોરથી દિલ્હી આવ્યા હતા. 1974માં જેટલી કોંગ્રેસ NSUIની ટિકિટ પર છાત્રાસંઘ ચૂંટણી લડી શકતા હતા.
- ફિલ્મ પડોસનનું 'એક ચતુર નાર' સોન્ગ જેટલીને ઘણું પસંદ હતું.
- જેટલી દેવાનંદના દિવાના હતા. ડિસ્કો પર પણ જતા હતા. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી બાજપાઇ તેમના લગ્નમાં જોડાયા હતા.
- જેટલી તેમના બાળકો રોહન અને સોનાલીને હાથ ખર્ચના પૈસા પણ ચેક દ્વારા ચૂકવતા હતા.
- 2005માં સારા નંબર મળ્યા પછી જેટલીએ તેના કર્મચારીના પુત્રને કાર ભેટમાં આપી હતી.
- અરુણ જેટલી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું.
- જેટલીએ તેમના કર્મચારીઓનાં બાળકોને તે જ શાળામાં ભણાવ્યા જ્યાં તેમના બાળકો ભણતા હતા.
- અરુણ જેટલીને પેન, શાલ અને ભોજનનો શોખ હતો.
- અરુણ જેટલી બાળપણમાં નેતા બનવાને બદલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા ઇચ્છતા હતા.
- સ્પીચ આર્ટ્સમાં નિષ્ણાત જેટલીને શેર-શાયરી પણ ખૂબ ગમતી.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે