જ્યોતિરાદિત્ય સિંધિયાના કાફલા પર હુમલો, લોકો ગાડી પર ચડી ગયા ડ્રાઇવરે બચાવ્યો જીવ
કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાના કાફલાને કોંગ્રેસે ઘેરી લીધો હતો. આ ઘટનાને લઇને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવરાજ સિંહ ચૌહાણે પ્રદેશની કમલનાથ સરકાર પર હુમલો બોલ્યો. તેમણે કહ્યું કે બહુમત ગુમાવી ચૂકેલી સરકાર ગભરાઇ ગઇ છે એવામાં હુમલા કરાવી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાના કાફલાને કોંગ્રેસે ઘેરી લીધો હતો. આ ઘટનાને લઇને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવરાજ સિંહ ચૌહાણે પ્રદેશની કમલનાથ સરકાર પર હુમલો બોલ્યો. તેમણે કહ્યું કે બહુમત ગુમાવી ચૂકેલી સરકાર ગભરાઇ ગઇ છે એવામાં હુમલા કરાવી રહી છે.
શુક્રવારે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના કમલા પાર્કા વિસ્તારમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના કાફલાને કોંગ્રેસીઓએ ધેરી લીધો. આ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાના કાફલાને કાળા વાવટા બતાવ્યા અને તેમના વિરૂદ્ધ નારેબાજી કરવામાં આવી. કોંગ્રેસીઓએ 'ગલી ગલી મેં શોર હૈ, જ્યોતિરાદિત્ય સિંધિયા ચોર હૈ'ના નારા પણ લગાવ્યા.
આ ઘટનાને લઇને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજે કહ્યું કે 'મધ્ય પ્રદેશમાં કાનૂન-વ્યવસ્થાની સ્થિતિ એકદમ ખરાબ છે. સામાન્ય લોકોની સુરક્ષાને છોડી દો, અહીં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા જ સુરક્ષિત નથી. તેમની ગાડી પર પથ્થરમારો કર્યો. લોકો ગાડી પર ચડવા લાગ્યા, એવામાં ડ્રાઇવરે ગાડીને ત્યાં કાઢી અને જીવ બચાવ્યો.
'ઘટનાની તપાસ થાય અને દોષીને છોડવામાં નહી આવે'
તેમણે કહ્યું કે આ સરકાર બહુમત ગુમાવી ચૂકી છે. શું તે ગભરાઇને આવા હુમલા કરાવી રહી છે? હું માંગ કરું છું કે વહીવટીતંત્ર પાસે તેની તપાસ કરાવવામાં આવે અને જે હુમલાના દોષી છે તેમને છોડવામાં ન આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે