ગુજરાતીઓના સૌથી ફેવરિટ ડેસ્ટિનેશન પર દારૂ પીને છાટકા કર્યા તો આવી બનશે
New Year 2024 : દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા તો જેલ નહીં, હોટલમાં મોકલાશે: ગુજરાતીઓના ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં મોટું એલાન
Trending Photos
Himachal Tourism News : નવા વર્ષમાં પાર્ટી કરવા માટે હિમાચલ પ્રદેશ ગુજરાતી માટે મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. શુ તમે પણ હવે નવા વર્ષે પાર્ટી કરવા માટે હિમાચલ પ્રદેશ જઈ રહ્યા છો તો સાવધાન. કારણ કે દારૂડિયા પર્યટકો માટે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. દારૂ પીને છાટકા કરનારા પ્રવાસીઓની હવે હિમાચલમાં આવી બનશે.
ન્યૂ યર ઉજવવા સિમલા પહોંચ્યા પ્રવાસી
હિમાચલ શાંત અને બરફીલો પ્રદેશ છે. ક્રિસમસ ઉજવવા માટે આ પ્રદેશ સૌથી ફેવરિટ છે. તેથી દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાતીઓ આ પ્રદેશમાં નવા વર્ષની પાર્ટી કરવા માટે ઉમટી પડે છે. હાલ લગભગ 5 લાખ જેટલા પ્રવાસીઓ હિમાચલ પ્રદેશમાં નવુ વર્ષ સેલિબ્રેટ કરવા પહોંચી ગયા છે. જેમાં સૌથી વધુ પ્રવાસીઓ સિમલામાં પહોંચ્યા છે. અહી માત્ર ત્રણ જ દિવસમાં ચંદીગઢ, સોલાન થઈને 24 હજાર મુસાફરોએ એન્ટ્રી કરી છે. લગભગ અઢી લાખ ગાડીઓ, બસ અને ટ્રેનોથી મુસાફરો અહી પહોંચ્યા છે. સોમવારે સવારે 8 વાગ્યા સુધી અટલ ટનલ રોહતાંગે રોકર્ડ બ્રેક 28210 વાહનો પાર કર્યાં.
હિમાચલમાં દારૂ પીને છાટકા કરવા પર રોક
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ જાહેરાત કરી કે, જો કોઈ પ્રવાસી દારૂ પીને છાટકા કરતુ દેખાયુ તો પોલીસ તેમને જેલમાં નહિ નાંખે, પરંતુ પાછા હોટલ પહોંચાડી દેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, દારૂ પીને છાટકા કરનારા પ્રવાસીઓને હોટલ સુધી પહોંચાડીને બાદમાં આરામથી સૂવડાવી દેવાશે. આવુ અન્ય પ્રવાસીઓની સુરક્ષા માટે કરવામાં આવશે. તેનો અર્થ એ નથી કે, હિમાચલના લોકો હુલ્લડબાજી કરે. સાથે જ તેઓએ અન્ય રાજ્યોમાંથી આવેલા મુસાફરોને કાયદાનું પાલન કરવાની પણ અપીલ કરી છે. જેથી અન્ય મુસાફરોને તકલીફ ન પડે. હાલ હિમાચલ પ્રદેશની સરકાર યોગ્ય તરીકે ધ્યાન રાખી રહી છે.
હિમાચલ માટે ખાસ ન્યૂયર પેકેજ
રાજધાની સિમલામાં ક્રિસમસ અને વિન્ટર કાર્નિવલને પગલે હજારો લોકો રિજ મેદાન પર પહોંચ્યા છે. કુફરી, નાલદેહરા અને આસપાસના પર્યટન સ્થળો પર ભીડ જોવા મળી રહી છે. મુસાફરો નવા વર્ષનું ટુર પેકેજ લઈને પહોંચ્યા છે. બે દિવસ સિમલા, મનાલી, ધર્મશાળા અને ડેલહાઉસીની તમામ હોટલો હાલ પેક છે. તો સોલાના ચાયલ અને કસૌલીની હોટલ પણ હાઉસફુલ છે. પંજાબની સીમા સુધી બિલાસપુરના ગરમાડો બેરિયર સુધી 24 કલાકમાં 1420 વાહનો પસાર થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે