બિહારમાં ફ્રી કોરોના વેક્સિનનો મામલો ચૂંટણી પંચ પહોંચ્યો, ભાજપ વિરુદ્ધ ફરિયાદ
બિહાર ચૂંટણી માટે જારી વિઝન ડોક્યૂમેન્ટમાં ભાજપે ફ્રી કોરોના વેક્સિન આપવાનું વચન આપ્યું તો તમામ રાજકીય પક્ષો તેનો વિરોધ કરવા લાગ્યા. હવે આ વિવાદ ચૂંટણી પંચ સુધી પહોંચી ગયો છે. તેના વિરુદ્ધ પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Trending Photos
પટનાઃ ભારતીય જનતા પાર્ટી (Bhartiya Janta Party)એ ગુરૂવારે બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020) માટે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કરી દીધું છે. આ સંકલ્પ પત્રમાં ભાજપે ઘણા વચનો આપ્યા છે પરંતુ એક વચનને લઈને ચૂંટણી પંચ (Election Commission)મા ફરિયાદ કરવામાં આવી છે. જે વાયદાને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે છે- સત્તામાં આવવા પર કોરોના વેક્સિનનું રસીકરણ ફ્રી (Free Corona Vaccine) કરવાનું. હકીકતમાં ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં કહ્યું કે, સત્તામાં આવવા પર તે બધા બિહારવાસીઓ માટે કોરોના વેક્સિનનું રસીકરણ ફ્રીમાં કરાવશે.
ભાજપના કોરોના વેક્સિનનું બિહારમાં રસીકરણ મફત કરાવવાના વાયદા પર એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ ગુરૂવારે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ગોખલેએ કહ્યુ કે, ભાજપનો વેક્સિન ઉપલબ્ધ કરાવવાનો વાયદો ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકારની શક્તિઓનો દુરૂપયોગ છે કારણ કે આ ભાજપના નેતા નહીં પરંતુ દેશના નાણામંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
Filed an urgent complaint with ECI regarding BJP's announcement of free Covid-19 vaccine for Bihar by Union Finance Minister @nsitharaman.
This is not only discriminatory but also a false promise & blatant misuse of Central Govt. powers during elections.
— Saket Gokhale (@SaketGokhale) October 22, 2020
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને પટનામાં ભાજપનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. તેમાં આગામી પાંચ વર્ષ દરમિયાન 'આત્મનિર્ભર બિહાર' માટે 5 સૂત્ર 1 લક્ષ્ય 11 સંકલ્પો પર ભાર આપવામાં આવ્યો છે.
બિહારમાં ફ્રી વેક્સિન... BJP પર રાહુલનો કટાક્ષ, તમારા રાજ્યોમાં ચૂંટણીની તારીખ જોઈ લો
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, બિહારના લોકો રાજનીતિ અને કહેલી વાતોને સારી રીતે સમજે છે. દેશમાં એકમાત્ર રાજકીય પક્ષ છે જે કહે છે તે કરે છે. બિહારની જનતાને નરેન્દ્ર મોદીની સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે. કોરોના મહામારી અને લૉકડાઉન બાદ પ્રધાનમંત્રીએ ગરીબો માટે ફ્રી અનાજ આપવાની જાહેરાત કરી હતી. દેશની સાથે બિહારમાં છઠ પૂજા સુધી ફ્રીમાં ગરીબોના ઘરે અનાજ પહોંચાડવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે