ભાજપના અધ્યક્ષ બનતા જ પ્રથમ 'ટેસ્ટ'માં ફેલ થયા જેપી નડ્ડા, દિલ્હીમાં ભાજપને મળી માત્ર 8 સીટ
આ ચૂંટણી ન માત્ર સ્થાનિક નેતાઓ પરંતુ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા માટે પણ પરીક્ષા હતા. નડ્ડા અધ્યક્ષ બ્યા બાદ કોઈ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રથમ મોટી હાર છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ મંગળવારે જાહેર થયું જેમાં આમ આદમી પાર્ટી (આપ)ને એકવાર ફરી પ્રચંડ જીત મળી છે અને ભાજપે 10 ટકા સીટોથી સંતોષ કરવો પડ્યો છે. આ ચૂંટણી ન માત્ર સ્થાનિક નેતાઓ પરંતુ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા માટે પણ પરીક્ષા હતી. નડ્ડાના પૂર્ણ રૂપે અધ્યક્ષ પદે ચૂંટાયા બાદ કોઈપણ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રથમ મોટી હાર છે.
નડ્ડાએ ભલે માત્ર 20 દિવસ પહેલા જ આ પદભારને ગ્રહણ કર્યો હોય, પરંતુ જુલાઈ 2019થી કાર્યકારી બનાવવામાં આવ્યા હતા, જે તત્કાલિન અધ્યક્ષ અમિત શાહ પાસેથી ટ્રેનિંગ લઈ રહ્યાં હતા. રાજકીય રીતે ખુબ મહત્વપૂર્ણ રાજ્ય યૂપીમાં 2019માં 62 લોકસભા સીટ અપાવવામાં નડ્ડાની ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા રહી અને તેથી તેમના પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેઓ યૂપીમાં ચૂંટણી રણનીતિની જવાબદારી સંભાળી રહ્યાં હતા. પરંતુ પોતાનો આ જાદૂ તેઓ દિલ્હીમાં ન દેખાડી શક્યા.
Result 2020: ચાંદની ચોકથી અલકા લાંબાની શરમજનક હાર, મળ્યા માત્ર 3800 મત
જો નડ્ડાના કાર્યકારી અધ્યક્ષ રહેતા પાર્ટીના પ્રદર્શનની વાત કરીએ તો જુલાઈ 2019 બાદ ત્રણ રાજ્યો- મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ વિધાનસભામાં ચૂંટણી યોજાઈ હતી. મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની પરંતુ સહયોગી શિવસેના સાથે તાલમેલ ન બેસતા તેણે સત્તાથી બહાર રહેવું પડ્યું હતું. તો ઝારખંડમાં ભાજપ બહુમતી ન મેળવી શક્યો અને તેણે સત્તા ગુમાવવી પડી હતી. જ્યારે હરિયાણામાં પણ ભાજપ પોતાના દમ પર બહુમતી ન મેળવી શક્યું. પરંતુ ત્યાં દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીની સાથે ગઠબંધન કરીને ભાજપ સત્તામાં છે.
બીજીતરફ દિલ્હી ચૂંટણીના પરિણામ બાદ હાર સ્વીકારતા નડ્ડાએ કહ્યું કે, તેમની પાર્ટી વિધાનસભામાં રચનાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવશે. તેમણે કહ્યું કે, ભાજપ દિલ્હીની જનતાએ આપેલા જનાદેશનું સન્માન કરે છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે