જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ત્યાં ફરી શરૂ થઇ જશે ગુંડાગીરી અને હફ્તા વસૂલી: BJP MLA
ભાજપના ધારાસભ્ય બહાદુર સિંહનો એક વીડિયો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં તેઓ કોંગ્રેસના ધારસભ્ય પર ગુંડાગીર, બેઈમાની અને હપ્તા વસૂલીનો આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે.
Trending Photos
ઉજ્જૈન: હમેશાં તેમના વિવાદિત નિર્ણયોને લઇ ચર્ચામાં બની રહેલા ઉજ્જૈનના મહિદપુર વિધાન સભા સીટના ભાજપ ધારાસભ્ય બહાદુર સિંહ ચૌહાણે ફરી એકવાર તેમના નિવેદનને લઇ ચર્ચામાં આવ્યા છે. હકીકતમાં ભાજપના ધારાસભ્ય બહાદુર સિંહનો એક વીડિયો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં તેઓ કોંગ્રેસના ધારસભ્ય પર ગુંડાગીર, બેઈમાની અને હપ્તા વસૂલીનો આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે. સાથે જે કેઓ કહેતા જાવા મળી રહ્યા છે કે શિવરાજ સિંહની સરકાર જેમને બનવા નથી દીધી તેઓ એક મહીનાની અંદર રોડતા જોવા ન મળતે તો કહેજો.
હાલમાં જ યોજાયેલી વિધાનસબા ચૂંટણીના પરિણામે મધ્યપ્રદેશમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. ત્યાર બાદથી ભાજપના કાર્યકર્તાઓ અને ધારસભ્યોના વિવાદીત નિવેદનોનો દોર શરૂ થઇ ગયો છે. જણાવી દઇએ કે મહિદપુર ધારાસભ્ય બહાદુર સિંહ ચૌહાણ જે વીડિયોમાં કોંગ્રેસની સામે વિવાદીત નિવેદન આપતા જોવા મળી રહ્યા છે તે વીડિયો તે સમયનો છે જ્યારે તેઓ તેમના સમર્થકોને જીત માટે આભાર માનવા પહોંચ્યા હતા. ત્યાં પહોંચી તેણમે કહ્યું કે જ્યાં-જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો છે ત્યાં એક મહિનાની અંદર ગુંડાગીરી બેઇમાની અને હપ્તા વસૂલી કરતા જોવા મળશે.
જણાવી દઇએ કે પહેલી વખત નથી જ્યારે મહિદપુર ધારાસભ્ય આવા વિવાદીત નિવેદન આપતા જોવા મળી રહ્યા છે. આ પહેલા પણ તેઓ ઘણી વખત તેમના વિવાદીત નિવેદનોને લઇ ચર્ચાનો વિષય બની ગયા છે. જેમાં તેણે કહ્યું હતું કે, અમે મુસ્લિમ સમાજમાં 6 કાઉન્સિલર્સને ટિકીટ આપી અને બધા હારી ગયા છે. એટલા માટે અહીંયાના રસ્તા બનાવી શક્યા નથી. એટલુ જ નહીં આ પહેલા ધારાસભ્ય બહાદુર સિંહ ખેડુતોને લાલચી કહેવા પર ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો છે. તેમ છતાં તેમના વિવાદીત નિવેદનનો સીલસીલો યથાવત શરૂ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે