નવા BJP અધ્યક્ષ પર મનોમંથન શરૂ, અમિત શાહે કરી બેઠક, જાણો કોનું નામ છે ચર્ચામાં
અમિત શાહના મોદી સરકાર 2.0માં ગૃહમંત્રી બન્યા પછી હવે એ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ છે કે પાર્ટીમાં નવો અધ્યક્ષ કોણ બનશે. અધ્યક્ષ પદ અંગે ભાજપમાં મંત્રણાઓના દોર પણ શરૂ થઈ ગયા છે. શનિવારે ગૃહમંત્રાલયનો પદભાર સંભાળ્યા પછી અમિત શાહે પાર્ટીના મહામંત્રીઓ સાથે બેઠક કરી હતી
Trending Photos
નવી દિલ્હીઃ અમિત શાહના મોદી સરકાર 2.0માં ગૃહમંત્રી બન્યા પછી હવે એ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ છે કે પાર્ટીમાં નવો અધ્યક્ષ કોણ બનશે. અધ્યક્ષ પદ અંગે ભાજપમાં મંત્રણાઓના દોર પણ શરૂ થઈ ગયા છે. શનિવારે ગૃહમંત્રાલયનો પદભાર સંભાળ્યા પછી અમિત શાહે પાર્ટીના મહામંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સંગઠનમાં ઝડપથી ચૂંટણી કરાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેથી અધ્યક્ષ પદની ચૂંટણીનો માર્ગ પણ મોકળો થઈ શકે.
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં 50 ટકા વધુ રાજ્યોમાં ચૂંટણી સંપન્ન થયા પછી જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે. આ અગાઉ, સપ્ટેમ્બર, 2019માં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લોકસભા ચૂંટણીને જોતાં ભાજપના અધ્યક્ષ અમિત શાહનો કાર્યકાળ 6 મહિના માટે વધારવામાં આવ્યો હતો. હવે ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમત મળી ગયો છે અને અમિત શાહ ગૃહમંત્રી બની ગયા છે. આથી હવે નવા અધ્યક્ષ અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
એવું કહેવાય છે કે, અધ્યક્ષ પદના નામ પર જે.પી. નડ્ડા કે ભુપેન્દ્ર યાદવમાંથી કોઈ એક નામ પર મોહર લાગી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહીતી મુજબ જે.પી નડ્ડા આ રેસમાં સૌથી આગળ છે. જે.પી. નડ્ડાનું આગળ રહેવાનું મુખ્ય કારણ એ છે કે, તેમના ચૂંટણી પ્રભારી તરીકે ભાજપે ઉત્તરપ્રદેશમાં ફરી એક વખત મોટો વિજય મેળવ્યો છે. તેમ છતાં તેમને મોદી સરકારમાં મંત્રી બનાવાયા નથી.
કોણ છે જે.પી. નડ્ડા?
જે.પી. નડ્ડા હિમાચલ પ્રદેશના બ્રાહ્મણ સમુદાયના છે. ભાજપનું ટોચનું નેતૃત્વ તેમના પર ઘણો વિશ્વાસ મુકે છે અને તેઓ અમિત શાહની નજીક પણ છે. તેઓ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ સાથે પણ જોડાયેલા છે અને તેમની છબી સાફ માનવામાં આવે છે. મોદીની આગેવાની હેઠળની પ્રથમ એનડીએ સરકારમાં તેઓ આરોગ્ય મંત્રી હતા. સૂત્રોએ જણાવ્યું કે, જે.પી. નડ્ડા ભાજપના સંસદીય બોર્ડના સભ્ય પણ છે, જે ભાજપના ટોચના નિર્ણયો લેતી સંસ્થા છે. આથી, નડ્ડા સર્વશ્રેષ્ઠ વિકલ્પ મનાય છે.
કોણ છે ભુપેન્દ્ર યાદવ?
ભુપેન્દ્ર યાદવ પણ સંગઠનમાં અનેક મહત્વની જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. વર્તમનમાં તેઓ રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ હોવાની સાથે જ યાદવ સંગઠનમાં રાષ્ટ્રીય મહાસચિવના પદની જવાબદારી અદા કરી રહ્યા છે. ભુપેન્દ્ર યાદવ ગુજરાતમાં પણ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેઓ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધા રાજેના પણ અત્યંત નજીકના ગણાય છે.
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે